Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust
View full book text
________________
૨૦
(૩૮) હે શરણાગત વત્સલ ! વિશ્વાસથી મારા શરણે
આવેલાઓનાં ગળાં કાપ્યાં, દ્રોહ કર્યા, ભવભયથી મારા શરણે આવેલાઓને ભવસાગરમાં ડૂબાડયા, પાલનીયનું પાલન ન કર્યું પ્રાણીઓને રીબાવ્યા, ત્રાસ આપ્યા, માર્યા, પીટયા, ભૂખ્યા, તરસ્યા રાખ્યા, બંધને બાંધ્યા, જેલમાં નાંખ્યા, નંખાવ્યા, કૂર મશ્કરી કરી અંગે પાંગ કાપ્યાં, કપાવ્યાં, હિંસકેને હિંસા કરવાનાં સાધને આપ્યાં, મૃત્યુથી ભયભીત ઇને છતી શક્તિએ બચાવ્યા નહિં, માંદા મનુષ્યોની, પશુઓની સાર સંભાળ ન કરી. તે બદલ હાર્દિક
મિચ્છામિ દુકકડે. (૩૯) હે આમ શિરોમણિ ! મેં આ જન્મમાં-ગત, જન્મમાં
ધર્મદ્રોહ, સંઘદ્રોહ, શાસનદ્રોહ, મિત્રદ્રોહ, પિતૃદ્રોહ,
ભાતૃદ્રોહ વગેરે કર્યો તેને મિચ્છામિ દુક્કડ. (૪૦) હે નિઃસ્પૃહ શિરોમણિ! મેં ધન-ધંધામાં, સ્ત્રીઓમાં
પુત્ર-પરિવારમાં, રમતગમતમાં, નાટક નૃત્ય જેવામાં, ખાવા-પીવામાં અલંકાર-વસ્ત્રોમાં, બંગલા, બાગબગીચા–મોટર-લગ્નાદિ-મહત્સવમાં જેટલે રસ લીધે તેટલે રસ તારી સેવામાં, સુગુરૂઓની સેવામાં, શાસન સેવામાં, સંઘ સેવામાં, સાધર્મિક ભક્તિમાં, જ્ઞાન
ધ્યાનમાં, તપ ત્યાગમાં ન લીધે તેને મિચ્છામિ દુક્કડ. (૪૧) હે સર્વગુણગણુ ચક્રવતી ! અદર્શનીયનું દર્શન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1b4f5788bbd1ad2d09c2a49aa285dae1bab596b5d52aac591b92210725116a7c.jpg)
Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34