Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક- ગ્રંથ : પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ તેઓશ્રીની અનેક વિધ પ્રવૃત્તિઓમાંથી સમય મેળવી આ ગ્રંથનું આમુખ લખી આપવા અનુગ્રહ કર્યો છે, તે બદલ હું તેમને ઋણી છું.
પ. પુ. શ્રી ભદ્રંકરવિજયજી ગણીવર, પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ તથા ડે. ઉમાકાંત છે. શાહ, ડો. સાંડેસરા, ડો. ભાયાણી, ડે. કાપડીઆ, આદિ સૌએ લેખની વાનગી મેકલી ગ્રંથનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત પૂ. વયેવૃદ્ધ શ્રી જિનભદ્રવિજયજી મ., પૃ. ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિજી મ, પૂ.પં.શ્રી નિપુણમુનિજી ગણીવર, પૂ. શ્રી લલિતમુનિજી મ. તથા મારા પૂ. ગુરુદેવશ્રી આદિ સૌએ વખતે વખત પ્રત્યક્ષ કે પત્રરૂપે સૂચનો કરી જેમણે મારા આ કાર્યને સરળ બનાવ્યું છે, તે બદલ તેમના ચરણમાં કૃતજ્ઞતાની અંજલિ અર્પ છું. .
સહદયી શ્રી રતિલાલ દીપચંદ દેશાઈએ પણ લેખન અને સુચના અને માર્ગદર્શન આપેલ છે, તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
ગ્રંથપ્રકાશન – સમિતિના કાર્યકર્તાઓમાં સુશ્રાવક જયંતિલાલ રતનચંદ શાહ, શ્રી ફતેહગંદ ઝવેરભાઈ, શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, શ્રી માણેકલાલ હરખચંદ, શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરી, શ્રી કાલીદાસ કપાસી, શ્રી પુલચંદ હરિચંદ દેશી સૌએ સુંદર સેવા બજાવી લાભ લીધે છે.
આ સિવાય છે. બીપીનચંદ્ર છે. ઝવેરી, શા કપુરચંદ રણછોડદાસ વરયા તથા શા ચંપકલાલ ભોગીલાલ અને અન્ય જે ભાઇઓએ આ ગ્રંથને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપે છે, તે ઉલ્લેખનીય છે.
અને અંતે આ ગ્રંથમાં શાસ્ત્ર કે ઈતિહાસ વિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય, કિંવા પ્રેસ કે દષ્ટિદોષથી છપાયું હોય, તે અંગે મિચ્છામિ દુકકડ દઉં છું. સુજ્ઞ વિદ્વાન વાચકોને કઈ પણ ક્ષતિ જણાય તે જણાવવા અનુગ્રહ કરે.
લેખક અને ગ્રાહકોની દીર્ધ-પ્રતીક્ષાને પ્રાંતે વિલંબથી પણ ગ્રંથ પ્રકાશિત થયો છે, તેમાં સંતોષ વ્યક્ત કરવા સિવાય વિશેષ શું કહી શકું? તા. ૧-૧૨-૧૯૬૩
લિ. પાટણ જૈન મંડળ
પૂ. ગુરુદેવ શ્રી ચિદાનંદમુનિ ૭૬, મરીનડ્રાઇવ
ચરણરેણુ મૃગેન્દ્ર મુનિ મુંબઈ-૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org