Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 210
________________ તીર્થોના સંઘર્ષ મિટાવવાનો ઉચિત માર્ગ • ૧૮૯ શકીએ કે જે તીર્થની વ્યવસ્થા જેઓ કરી રહ્યા છે, એમાં આપત્તિઓ ઊભી કરવામાં ન આવે. આખરે ત્યાં તો ભગવાનની પૂજા કરવી છે ! એનો અપમાન યા અનાદર તો કરવો નથી ને? પરંતુ આ પ્રકારના ઝઘડા ઊભા કરીને આપણે વાસ્તવમાં ભગવાનનું અપમાન કરીએ છીએ-અનાદર કરીએ છીએ અને ભગવાનના બતાવેલા અપરિગ્રહના સિદ્ધાંત વિરુદ્ધનું આચરણ કરીએ છીએ. શ્વેતાંબર અને દિગંબર બન્નેએ કમસેકમ એટલું તો કરવું જોઈએ કે ભગવાનની પૂજા થાય પરંતુ ભગવાનનો અનાદર યા અપમાન ન થાય. શુ શ્વેતાંબર મંદિરમાં દિગંબર પૂજા કરવા ચાહે તો એ ચક્ષુ હટાવીને પૂજા કરે તો જ શું સાચી પૂજા થઈ શકશે ? અથવા દિગંબર મંદિરમાં શ્વેતાંબર ચક્ષુ લગાવે તો જ સાચી પૂજા કહી શકશે ? અથવા શું અમુક રીતની મૂર્તિ અને એની જ પૂજાનું વિશેષ મહત્ત્વ છે? મહત્ત્વ તો ભાવોનું છે. સામેની મૂર્તિ ત નિમિત્ત માત્ર છે. એનું અવલંબન લઈને આપણા દિલમાં ભગવાનની પાષાણમૂર્તિનું નહિ પરંતુ ગુણમયી મૂર્તિનું ચિત્ર ખડું કરવું જોઈએ. શું આ ચિંતન માટે આંખો કાઢી નાખવી કે લગાવવી જરૂરી છે? અગર મંદિરની વ્યવસ્થા અમુક સંપ્રદાયની વ્યક્તિ કરતી હોય તો, એ ગુણમૂર્તિના સંવેદનમાં બાધા આવે છે? એમ માનનારા ધર્મથી બહુ દૂર છે અને કેવળ બાહ્ય પૂજામાં લાગેલા છે. ભાવપૂજા જે વાસ્તવિક પૂજા છે એનાથી બહુ દૂર છે. એથી જ જેઓ પોતાને તટસ્થ માને છે, તેમનું કર્તવ્ય થઈ જાય છે કે જનતાને સાચી પૂજાનું મહત્ત્વ સમજાવે અને આ સાચી પૂજાનું મહત્ત્વ વધારે. એનો આ મંદિરની વ્યવસ્થા કોણ કરે એ માટેનો પ્રયત્ન ન હોવો જોઈએ. કારણ કે આ ઝઘડાનો કદી અંત નહિ આવે. આથી ઉત્તમ માર્ગ એ છે કે આપણે એ પ્રબન્ધના ઝઘડામાં નહિ પડતાં, જૈન તત્ત્વો અનુસાર સાચી પૂજા કઈ છે એ જનતાને બતાવવાનો પર્યુષણ પર્વ જેવા આત્મશોધનના પર્વ પર સંકલ્પ કરીએ. લાંબા સમયથી ચાલ્યા આવતા તીર્થોના આ ઝઘડાથી આપણે એ બોધપાઠ લેવો જોઈએ કે કોર્ટ તો કોઈ એકના પક્ષમાં ફેંસલો કરશે યા કરી શકે. બન્ને પક્ષોને સંતોષ મળે એવો નિર્ણય સંભવી શકે નહિ. સ્થિતિમાં ભારત જૈન મહામંડળ જેવી સંસ્થાનું એ કર્તવ્ય હોવું જોઈએ કે એ લોકોને સમજાવે કે તેઓ કોઈ ઝઘડામાં ન પડે. વ્યવસ્થા તમારા હાથમાં હોય ત્યા નહિ, સાચી પૂજા કરવાનું તમારા હાથમાં છે ! બીજો માર્ગ અપનાવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269