________________
૪૭. વ્યક્તિ ને સમાજની પારસ્પરિક પ્રભુતા
વ્યક્તિ મોટી કે સમાજએ બેમાંથી ગૌણ કોણ? એ સનાતન ઝઘડાનો વિષય છતાં દેશ-કાળ બળે તેમાં સમન્વય સધાતો આવ્યો છે–એ પણ સનાતન સત્ય છે. વ્યક્તિનું પ્રબળ વ્યક્તિત્વ ખીલે તો સમાજ તેને ગાડરિયા પ્રવાહની જેમ અનુસરે છે અને એક વાર એ પ્રવાહ સ્થિર થયો એટલે સમાજનો પ્રભાવ વ્યક્તિએ સ્વીકાર્યા વિના ચાલતું નથી, વ્યક્તિ ગૌણ બની જાય છે. વળી પાછું એ સ્થિર અને પ્રગતિહીન સમાજને પ્રગતિનું બળ કોઈ વ્યક્તિ આપે છે એટલે તે સમાજનો નાયક બને છે અને તેની સામે સમાજ ગૌણ બની જાય છે. આમ જો વ્યક્તિ અને સમાજનું પરસ્પર પ્રભુત્વ મેળવવાની જે ભાવના છે તેનો અંત આવે તો બને, તળાવના ગંદા પાણીની જેમ, છેવટે શોષાઈ જાય અને માનવની પ્રગતિ અટકી પડે. એટલે સમાજ અને વ્યક્તિનો પ્રયત્ન પરસ્પર પ્રભુત્વ મેળવવાનો ચાલુ રહે એમાં જ માનવનું હિત છે. સમાજનું એકલાનું જ પ્રભુત્વ વ્યક્તિ ઉપર કાયમ થઈ જાય તો વ્યક્તિના વિકાસની એક મર્યાદા આવી જાય, અને વ્યક્તિનું જ પ્રભુત્વ સ્થપાઈ જાય તો તે નિરંકુશ અને અમર્યાદ બની જાય—આમ બને પક્ષે દોષ છે. આથી વ્યક્તિત્વના સ્વસ્થ વિકાસમાં સમાજે બાધક ન બનવું અને સમાજકલ્યાણમાં વ્યક્તિએ પાછળ ન રહેવું એવી સમન્વયાત્મક ભાવના સહજભાવે અપનાવાઈ જાય છે. અને તેથી જ આજ લગી વ્યક્તિ અને સમાજ અનેક રીતે પ્રગતિના પંથે નવા નવા પ્રયોગો કરી શક્યા છે–આ પ્રયોગો આધ્યાત્મિક અને ભૌતિક અને ક્ષેત્રે થયા છે. '
આધ્યાત્મિક ક્ષેત્રનો વિચાર કરીએ તો બ્રહ્મજ્ઞાની, તત્ત્વજ્ઞ, તીર્થકર કે બુદ્ધનો પ્રાદુર્ભાવ સમાજની ગૂંગળામણના બળવારૂપે જ છે. જ્યારે સમાજના નિયમો એટલા બધા સ્થિર થઈ જાય છે કે તેમાં પરિવર્તન કરવામાં પાપ મનાવા લાગે, ત્યારે જ કોઈ વ્યક્તિ પોતાના આધ્યાત્મિક વિકાસના બળે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International