Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 261
________________ ૨૪૦ ૦ માથુરી ન શકે. સાધનામાં તેને કોઈની પણ જરૂર શા માટે રહે? તે તો એકલો એકાંતમાં બેસી તત્ત્વચિંતન કરી બ્રહ્મજ્ઞ થઈ, મુક્ત કેમ ન થઈ શકે ? આ બધી પશુહત્યા કરી પોતાની ઉન્નતિ સાધવાનો માર્ગ–એ તો ફૂટેલી નૌકા જેવો છે, એથી કાંઈ તરાય નહિ, ડૂબી જરૂર જવાય–આવા આવા તર્કોસમાજધર્મવિરોધી તર્કો–અનેક ઋષિઓના મનમાં થવા લાગ્યા અને યજ્ઞધર્મનો વિરોધ થયો, સમાજધર્મનો વિરોધ થયો, વ્યક્તિધર્મ આગળ આવ્યો. એ વ્યક્તિધર્મ સામે સમાજધર્મ ગૌણ બની ગયો. વ્યક્તિનું પ્રભુત્વ સ્થપાયું. પરંતુ સમાજ વિના વ્યક્તિને કદી ચાલ્યું છે? એવી ઋષિવ્યક્તિઓએ પણ આશ્રમો ઊભા કર્યા. પોતાના શિષ્ય પરિવારને વધાર્યો. પોતાને જે નવું જ્ઞાન થયું હતું તેનો પ્રચાર કર્યો અને પરિણામે વેદાન્તીઓનો નવો ધર્મ શરૂ થયો, જે આજે અનેક શંકરાચાર્યોના મઠો દ્વારા વેદાન્તીઓ ઉપર શાસન કરે છે. આમ વ્યક્તિએ જમાવેલ સમાજ ઉપરનું પ્રભુત્વ પણ પાછું શિથિલ થઈ ગયું અને સમાજ પ્રભુ બની ગયો. શંકરાચાર્યના મઠોને પડકારનારા પણ અનેક મતવાદીઓ થયા–જેનાં સમાજ પર તે તે મતવાદીઓએ પ્રભુત્વ મેળવ્યું. પણ પાછું તે તે વ્યક્તિઓના નામે સમાજો ઊભા થયા અને વ્યક્તિઓનું હીર હણાયું. આ લાંબી પરંપરા મધ્વ–વલ્લભ-ચૈતન્ય સ્વામીનારાયણ–રામકૃષ્ણ અને છેવટે અરવિંદ સુધી જોઈ શકાય છે. આમાં વ્યક્તિ અને સમાજના પરસ્પર પ્રભુત્વ મેળવવાના પ્રયત્નો છે અને તેથી એકંદર સમાજ અને વ્યક્તિ બન્નેની ઉત્તરોત્તર પ્રગતિ જ થઈ છે. આ જ વસ્તુને બીજી રીતે વિચારીએ તો હિન્દુધર્મના અનેક અવતારો એ પણ વ્યક્તિ અને સમાજની એકબીજા ઉપર પ્રભાવ જમાવવાની હોડનો જ ઇતિહાસ પૂરો પાડશે. અવતાર એટલે સમાજમાં નવા નેતૃત્વનો જન્મ. સમાજ જ્યારે જડ બની જાય છે અને ધર્મ ઉપર અધર્મનું સામ્રાજ્ય વ્યાપી જાય છે એટલે કે અધર્મનું જ ધર્મને નામે આચરણ વધી જાય છે ત્યારે જે વ્યક્તિ સમાજને એ અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે તે જ તે અવતાર તરીકે પ્રસિદ્ધ થાય છે. પ્રથમ લોકોની આકાંક્ષા એ રહે છે કે જે પ્રકારનું આચરણ એ અવતારે કર્યું તે પ્રકારનું આચરણ કરી પોતે પણ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે, પણ ધીરે ધીરે અવતાર પૂજાવા માંડે છે અને તેની આસપાસ ભક્તમંડળ જામે છે, એટલે ભાગવત સંપ્રદાય જેવા સંપ્રદાયો શરૂ થાય છે. આમ જે વ્યક્તિનો પ્રશ્ન હતો તે સમાજગત બની જાય છે અને અંતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269