Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 268
________________ ધર્મનું મૂળ વિવેક છે એમ તો બધાં ધર્મશાસ્ત્રો કહે છે. પણ ધર્મે જ્યારે સાંપ્રદાયિક, કટ્ટર સાંપ્રદાયિક રૂપ ધારણ કર્યું ત્યારે એ વિવેક વિસારે પડ્યો. અને તેનું સ્થાન અવિવેકે લીધું. અને જ્યાં એક વખત અવિવેકે પગપેસારો કર્યો, ત્યાં પછી અનર્થોની પરંપરા આવ્યા વગર કેમ રહે ? તેથી પરિણામે માનવ જાતનો ઉદ્ધારક ધર્મ આખરે વિનાશક થયો. અને આશ્ચર્ય તો એ જ છે કે પરસ્પર સંહાર કરનારા પોતાને પરમ ધાર્મિક માની એ સંહારકાર્યમાં જોડાયા અને એ સંહારને પણ ધર્મના નામે અપરિહાર્ય માન્યો. ધર્મનું આ અધ:પતન, ધર્મને નામે અધાર્મિકોનું આ તાંડવ જે વખતે પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે ધર્મોદ્વાર આવશ્યક થઈ પડ્યો. અને ઠીક તે જ વખતે અનેક કંસો વચ્ચે વિજ્ઞાન રૂપી શ્રીકૃષ્ણને આવવું પડ્યું. તેનો પણ સંહાર કરવાના અનેક પ્રયત્નો થયા પણ આખરે વિજ્ઞાન વિજયી નિવડ્યું છે. Jain Education Interation Fortale

Loading...

Page Navigation
1 ... 266 267 268 269