Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 253
________________ ૪૬. સદાચાર : સામાજિક અને વૈયક્તિક ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે કર્મ શું અને અકર્મ શું એ બાબતમાં મોટા કવિઓ પણ ગોથાં ખાઈ જાય છે. એ જ વસ્તુ સદાચારને વિશે પણ કહી શકાય. સદાચાર શું કહેવાય અને શું ન કહેવાય એનાં તાજવાં-કાટલાંનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે દેશે દેશે અને કાલે કાલે તે બદલાતાં હોય એમ જણાય છે. એટલું જ નહિ, પણ વ્યક્તિશઃ પણ તે બદલાતા હોય એમ લાગે છે. યુરોપમાં કોઈ પણ વસ્તુને ચમચા વિના કે કાંટા વિના હાથે લઈને ખાવી તેને અશિષ્ટતા ગણે છે; જ્યારે આપણે ત્યાં કાંટા કે ચમચાની ખાસ આવશ્યકતા મનાઈ નથી. હાથે લઈ મોંમાં કોળિયો લેવામાં કશી જ અશિષ્ટતા આપણને લાગતી નથી. પૂર્વકાળમાં નરમેધ કરતા પણ અચકાતા નહિ; અને પશુમેધ તો ધાર્મિક અનુષ્ઠાનમાં ગણાતો. એ તેમનો સદાચાર હતો, પણ આજે પશુમેધના રહ્યાસહ્યા અવશેષોને આપણે અમાનુષી સંસ્કાર ગણતા થઈ ગયા છીએ અને હિંસાને જીવનમાંથી સર્વથા બાતલ કરવાના પ્રયત્નમાં છીએ. અનિવાર્ય હિંસાને પણ પાપ ગણવામાં આપણા સંસ્કાર દઢ થતા જાય છે. દ્રૌપદીને પાંચ પતિ હતા, છતાં તે સતી મનાઈ છે; પણ આજે એક સાથે બે પતિ કરનાર પણ પતિતા મનાય છે. હજી પણ કેટલીક પહાડી જાતિઓમાં અનેક પતિ કરવાનો રિવાજ છે, અને તેવા લોકો એમાં કશો જ દુરાચાર માનતા નથી. પણ આપણે તેને અત્યારે હડહડતો દુરાચાર ગણીએ છીએ. યુરોપમાં અનેક પત્ની રાખવી એ દુરાચાર છે; જ્યારે આપણે ત્યાં એમાં દુરાચારની ગંધ પણ નથી એમ માનનારાઓનો તોટો નથી. મુસલમાનને મન મૂર્તિપૂજાથી અધિકું કોઈ પાપ નથી; જ્યારે હિંદુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269