Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 236
________________ એકાંત પાપ અને પુણ્ય ૦ ૨૧૫ જો તારવણી કરીએ કે અસંયમીને આપવાથી પાપ અને તે પણ એકાંત પાપ થાય છે. તો તો દેનારની ભાવનાનું-દેનારના અધ્યવસાયનું કશું જ મહત્ત્વ ન રહે. અને ધારો કે સંયમી છે એમ ધારીને આપ્યું પણ તે અસંયમી હોય તો શું થાય ? પાપ જ થાય એમ માનવું પડે. કારણ કે પાપ-પુણ્યનો અંતિમ નિર્ણય આપણા દેનાર આત્મા ઉપર રહ્યો નહિ પણ લેનારના આત્મા ઉપર રહ્યો. અને લેનાર આત્માનો સાક્ષાતકાર તે પૂર્વે કહ્યા પ્રમાણે અસંભવ જ છે. એટલે જ સિદ્ધાન્ત છે કે શુભ ભાવનાથી આપવું એ શ્રેયસ્કર છે. લેનાર ભૂલે ને પાપીમાં પાપી હોય. કર્મશાસ્ત્રમાં આવું માન્યા વિના બીજો માર્ગ નથી. દાન વિશે જ શા માટે ? અહિંસામાં પણ શું નક્કી કરવું પડ્યું એનો વિચાર કરીએ. સાધુએ સંપૂર્ણ અહિંસાનું વ્રત લીધું છતાં શું એ સંભવ છે કે તેના કારણે જીવોનું મૃત્યુ ન થાય ? સાધુ ભલેને કહે કે અમે તો કોઈ જીવની હિંસા કરતા નથી, પણ વસ્તુતઃ શું હિંસાથી એ બચી શકે છે ? સાધુજીવનમાં અપ્રમાદ હોય એટલે શું સૂક્ષ્મજીવનું મૃત્યુ થતું અટકી જાય છે ? કદી નહિ. એ હિંસા થાય જ છે. તો શું એવી હિંસાથી બચી શકાય છે ? કદી નહિ. એટલે છેવટે માની લીધું કે અપ્રમાદીને હિંસાના પાપબંધ નથી. સારાંશ એ છે કે એ હિંસા અટકી શકે તેવી છે જ નહિ. આપણી અહિંસાની ભાવના છતાં એ હિંસા થાય છે જ એટલે અનિવાર્ય રીતે માનવું પડ્યું કે બાહ્ય જીવની હિંસા થાય કે ન થાય-પ્રમાદ એ પાપજનક છે અને અપ્રમાદ એ પાપજનક નથી. અપ્રમાદીનું જીવન હિંસક છતાં પાપજનક ન હોવાથી અહિંસક છે અને પ્રમાદી બાહ્ય હિંસા ન કરે તો પણ તે પોતાના રાગદ્વેષના કારણે સદૈવ હિંસક છે અને પાપજન્ય બંધ કરે છે. આ પ્રમાણે જો હિંસા-અહિંસાના વિચારમાં બાહ્ય હિંસાને છેવટે છોડીને ભાવહિંસા એટલે કે પોતાના આત્માના દુષ્ટ પરિણામોને આધારે જો હિંસાની પાપજનકતા નક્કી કરવામાં આવી છે તો એ જ ન્યાયે દાનમાં પણ અંતિમ માર્ગ એ જ હોઈ શકે છે. દાનનું પાત્ર ગમે તે હોય પણ છેવટે દાતાના અધ્યવસાયોને આધારે જ દાનની પાપજનકતા યા પુણ્યજનકતાનો નિર્ણય કરવો જોઈએ. ભગવાન બુદ્ધ જેવાનું મૃત્યુ અંતિમ ભિક્ષામાં મળેલ માંસના દોષને કારણે થયું તો ત્યાં શું દાતાને બુદ્ધઘાતક માનવો ? સ્વયં બુદ્ધે એ દાતાને એ દોષથી મુક્ત કર્યો છે. તેનું કારણ બીજું કોઈ નથી પણ તે દાતાના શુભાધ્યવસાયો સાથે જ છે. એટલે દીધેલ દાનનું અંતિમ પરિણામ શું આવશે એ કાંઈ પ્રથમથી વિશેષરૂપે નક્કી નથી કરી શકાતું. સામાન્યપણે કહી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269