________________
અંધાપાનો ઉજાસ
અમેરિકાના વિખ્યાત નવલકથાકાર અને નાટ્યલેખક બૂથ ટારકિંગ્સ્ટન (૧૮૭ થી ૧૯૪૬) ધ મેગ્નિફિસન્ટ એમ્બરસન્સ” અને “એલિસ ડમ્સ' જેવી નવલકથાઓથી વિશ્વવિખ્યાત બન્યા. આ સર્જક જિંદગીમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા કટિબદ્ધ હતા, પરંતુ તેમને હંમેશાં એક ભય રહેતો હતો : હું અંધ થઈ જઈશ, તો મારું શું થશે ?
બન્યું એવું કે ઉંમરની અડધી સદી સુધી પહોંચ્યા, ત્યારે એમની આંખોમાં ઝાંખપ વળવા લાગી અને ડૉક્ટરે નિદાન કર્યું કે એમની એક આંખનું અજવાળું આથમી ગયું છે અને બીજી આંખનું અજવાળું આથમવાની તૈયારી છે. આજ સુધી જિંદગીમાં જેનો ભય હતો, તે અંધાપો જ એની સામે આવીને ઊભો રહ્યો.
૧૯૨૦માં આંખનું તેજ ઓછું થવા લાગ્યું અને પછીનાં વર્ષોમાં તો એ લગભગ ચાલ્યું ગયું. ડરામણો અંધાપો એમને ઘેરી વળ્યો, પરંતુ એ સમયે બૂથ ટારકિંગ્સન નિરાશ થવાને બદલે નવા આશાવાદથી જીવવા લાગ્યા.
એમણે કહ્યું, “હું મારા અંધાપાને જીવી શકીશ. જો મારી પાંચે ઇન્દ્રિયોં બંધ થઈ જાય, તોપણ હું મારા મનના ગોખમાં જીવતો રહીશ, કારણ કે મન છે તો જોવાય છે અને મન હોય તો જિવાય છે. પછી ભલે તમે એને સ્વીકારો કે અસ્વીકાર કરો.'
ખૂધ ટાકિંગ્ટનને એક વર્ષમાં આંખો બહેરી કરીને બારથી પણ વધારે ઑપરેશન કરાવવાં પડ્યાં, તોપણ એ બધી મુશ્કેલીઓમાંથી આનંદભેર પસાર થયા અને આવાં ઑપરેશન પછી સ્પેશિયલ વૉર્ડને બદલે જનરલ વૉર્ડમાં રહ્યા અને બીજા દર્દીઓને ઉત્સાહ અને આનંદ પૂરો પાડ્યો. અંધાપો આવ્યા પછી પણ એ એમના
મંત્ર માનવાનો સેક્રેટરીને લખાવતા રહ્યા અને એ રીતે અવિરતપણે સર્જનકાર્ય કરતા રહ્યા.
58