Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 124
________________ અનુભવની કિતાબો ઇંગ્લેન્ડમાં વસતી મરણાસન માતાએ પોતાના પુત્ર શ્રુ મિલરને અફસોસ સાથે કહ્યું, દીકરા, દુઃખની વાત છે કે હું તને ભણાવી શકી નહીં. મારી પાસે એટલાં શક્તિ, સંપત્તિ અને સમય નહોતાં કે તારે માટે કશું કરી શકું, પરંતુ એક વાત ગાંઠે બાંધી લેજે કે આ દુનિયા મોટી પાઠશાળા છે અને એની કિતાબમાંથી તને ઘણું શીખવા મળશે. એના અનુભવોમાંથી તને પ્રગતિનો માર્ગ મળ્યા કરશે.' થોડી પળોમાં માતાની આંખો મીંચાઈ ગઈ અને બાળક ટૂ મિલર ચોધાર આંસુએ રડવા લાગ્યો. માતાએ અનુભવની પાઠશાળામાંથી પદાર્થપાઠ લેવાનું કહ્યું હતું, પણ એને તો અત્યાર સુધી એક જ અનુભવ હતો અને તે એ કે એણે એના દાદાને પથ્થર તોડવાનું કામ કરતાં જોયા હતા. એણે વિચાર્યું કે મારે જાતે આ કામ કરવું જોઈએ. કદાચ પૂર્વ અનુભવમાંથી કશુંક નવું જ્ઞાન ઉપલબ્ધ થાય. ધીરે ધીરે એણે પથ્થરો તોડવાનું કામ શરૂ કર્યું. એને વિશે અભ્યાસ કર્યો. વિચાર કર્યો કે સમુદ્રના તળિયે પણ પથ્થરો હોય છે, તેથી સમુદ્રમાં ડૂબકી મારીને એણે સમુદ્રી પથ્થરો વિશે જ્ઞાન મેળવવા માંડ્યું. ત્યાર બાદ મિલર પથ્થર તરાશનારની પાસે નોકરી કરવા લાગ્યો અને એ પથ્થરો તોડવાની સાથોસાથ પથ્થરની વિશેષતાઓનો અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં ટૂ મિલર લાલ પથ્થર વિશે તજ્જ્ઞ બની ગયો. ધીરે ધીરે એણે એના ગહન પથ્થરજ્ઞાન વિશે લખવા માંડ્યું. એની ઊંડી જાણકારી જોઈને સહુ કોઈ આશ્ચર્ય પામ્યા. પહેલાં દેશમાં અને પછી વિદેશમાં અને એ પછી સમગ્ર વિશ્વમાં લાલ પથ્થરના નિષ્ણાત તરીકે સહુ કોઈ એની સલાહ લેવા લાગ્યા. આ રીતે ધુ મિલર વિશ્વનો પ્રસિદ્ધ ભૂગર્ભશાસ્ત્રી બન્યો. એણે સાબિત કર્યું કે અનુભવની કિતાબમાંથી વ્યક્તિ ઘણું શીખી શકે છે, પામી શકે છે ને પ્રગતિ સાધી શકે છે. કે શું છે મંત્ર માનવતાનો 123

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157