Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 149
________________ વૃદ્ધાવસ્થા : આનંદભરી અવસ્થા ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. પૂ. ૪૩થી ઈ. પૂ. ૩૯૯) ઍથેન્સની શેરીઓ અને બજારોમાં પોતાનો સમય વિતાવતા હતા. કોઈ પણ વ્યક્તિ મળે તો એની સાથે પોતાની લાક્ષણિક ઢબે વાત કરતા હતા. એ શેરીઓ અને બજારોમાં ઠેરઠેર ઘૂમતા અને પોતાના વિચારો પ્રગટ કરતા હતા. આવી રીતે ભ્રમણ કરતાં તત્ત્વજ્ઞાની સૉક્રેટિસની એક વૃદ્ધ સાથે મુલાકાત થઈ. બંને એકબીજા સાથે હળીમળી ગયા અને આત્મીયતાનો અનુભવ કરવા લાગ્યા. સૉક્રેટિસે એ વૃદ્ધને સવાલ કર્યો, ‘તમે તમારી વૃદ્ધાવસ્થા કઈ રીતે પસાર કરી રહ્યા છો?' વૃદ્ધ હસીને ઉત્તર આપ્યો, “હું પરિવારની સઘળી જવાબદારી પુત્રોને સોંપીને નચિંત બની ગયો છું. પહેલાં હું જે કહેતો હતો, તે તેઓ કરી આપતા હતા અને હું જે જમાડતો હતો તે એ જમતા હતા અને હવે તેઓ જે કહે છે, તે હું કરું છું અને તેઓ જે જમાડે છે તે હું જમું છું. વળી એ ઉપરાંત મારાં પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદભેર રહું ‘પણ તેઓ તમારી સલાહ લેવા આવે ત્યારે તમે શું કરો છો ?” વૃદ્ધે કહ્યું, “મારા જીવનના અનુભવો એમની સમક્ષ મૂકી દઉં છું. એમને સીધેસીધી સલાહ આપતો નથી અને ત્યાર બાદ તેઓ મારી સલાહ પ્રમાણે ચાલ્યા કે નહીં, એ જોવાનું મારું કામ પણ નથી.' ‘તમારી સલાહ પ્રમાણે ચાલે નહીં અને પસ્તાય તો શું કરો ?” ‘તો હું સહેજે ચિંતિત થતો નથી. તેઓ ભૂલ કર્યા બાદ ફરી વાર મારી પાસે આવે, તો ગુસ્સે થતો નથી, પરંતુ સલાહ આપીને એમને વિદાય કરું છું.” વૃદ્ધની વાત સાંભળીને સૉક્રેટિસ ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, “આ ઉંમરે જીવન મંત્ર માનવતાનો , કેમ જીવવું જોઈએ તે તમે યથાર્થપણે પામી ગયા છો.' 148 હ ED)

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157