Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ ઠપકાનું શૂળ ૧૯૬૩ની ગ્રીષ્મનુ એરિકના ધ્વનમાં દાવાનળ જગાવનારી બની. સત્તર વર્ષનો આ યુવાન પોતાની મોટરમાં દરિયાકિનારાથી ઘર તરફ જતો હતો, ત્યારે બીજી મોટર સાથે એની મોટર અથઇ અને એટલી ગંભીર ઈજા થઈ કે એના હોધપગ સાવ નિષ્ક્રિય બની ગયા. ડૉક્ટરોએ એને પુનઃ ચેતનવંતા બનાવવા કોશિશ કરી, પરંતુ એકાદ વર્ષ મહેનત કર્યા બાદ હાથ ધોઈ નાખ્યા. એરિકની સામે નિષ્ક્રિય હાય અને પગ સાથે જિંદગી ધ્વનીત કરવાનો પડકાર આવીને ઊભો રહ્યો. ધીરે ધીરે મળવા આવતા મિત્રો પણ ઓછા થવા લાગ્યા અને એ એકલતામાં સરી ગયો. ક્યારેક આવા પરાવલંબી જીવન પર તિરસ્કાર આવતાં એરિક ગુસ્સે થઈ જતો, તો ક્યારેક ઘોર નિરાશામાં ડૂબી જતો. એક દિવસ એની માતાએ ચેતવણી આપીને કહ્યું કે આમ નિષ્ક્રિય બનીને ક્યાં સુધી વીશ ? કાં તો કોઈ કામ કર અથવા નર્સિંગ હોમમાં રહેવા જતો રહે. એરિકને માતાનો પ્રેમભર્યો ઠપકો શૂળની જેમ ભોંકાઈ ગયો. એણે નક્કી કર્યું કે હાથ અને પગ નિષ્ક્રિય હોય તેથી શું ? બાકીનું શરીર તો સક્રિય છે ને ! આ મનસૂબા સાથે એણે બે હોઠ વચ્ચે પીંછી પકડીને ચિત્રકામ શરૂ કર્યું. અથાગ મહેનત, ધૈર્ય, આત્મવિશ્વાસ અને કશુંક કરવાની તમન્નાએ એરિકની કલાકૃતિમાં કેટલાય જીવંત રંગો પૂરી દીધા. એની આ કલાકૃતિઓ પ્રશંસા પામી. એના વેચાણમાંથી સારી એવી ૨કમ મળવા લાગી અને એરિક પૂર્ણ સમયનો કલાકાર બની ગયો. એ પછી તો પોતાની સાથે બીજા બારેક કલાકારો રાખીને કેટલીય કૃતિઓ સર્જવા લાગ્યો અને ધીરે ધીરે ચિત્રના મિંગથી માંડીને ચિત્રના વેચાણ સુધીનું કામ એણે વિસ્તારી દીધું. ૧૯૬૩માં એરિકને ગંભીર અકસ્માત થયો હતો, ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે એની આવરદા પંદરથી વીસ વર્ષની ગણાય. આજે એરિક વ્હીલચર પર બેસીને મોંમાં પીંછી રાખી રોજના સાડાસાત કલાક કામ કરે છે. મંત્ર માનવતાનો 149

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157