Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 152
________________ યોગ્ય મહત્તા આપો. વિખ્યાત મનોવિજ્ઞાની એડગરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માનવીના મનને સૌથી વધુ પુષ્ટ કરે એવી કઈ બાબત છે ? આગંતુકે એની જિજ્ઞાસા દાખવતાં કહ્યું, કે જેમ માનવીના શરીરને માટે પોષ્ટિક ખોરાક મહત્ત્વનો છે, તેમ મનનો સૌથી વધુ પૌષ્ટિક ખોરાક કયો ? મનોવિજ્ઞાની ઊંડા વિચારમાં સરી ગયા અને પછી એમણે આગંતુકને કહ્યું, “ભાઈ, દરેક વ્યક્તિનાં ચિત્ત જુદાં જુદાં હોય છે. એમનાં વલણો અને અભિગમો નોખાં નોખાં હોય છે. એમની પ્રકૃતિ અને એમની પસંદગી ભિન્ન ભિન્ન હોય છે. આ સહુના મનને પુષ્ટ અને તુષ્ટ કરે એવી કોઈ એક જ બાબત હોય, તો તે છે મહત્તા.” આગંતુકને આ સાંભળીને અપાર આશ્ચર્ય થયું. એણે કહ્યું, “તમારી વાત મને સમજાઈ નહીં.” મનોવિજ્ઞાની એડગરે કહ્યું, “જુઓ, રાષ્ટ્રપ્રમુખથી માંડીને સામાન્ય પટાવાળો પણ એના અંતરમાં કોઈ છાને ખૂણે મહત્તાની ભાવના સેવી રહ્યો છે. પ્રત્યેક માનવીના ચિત્તમાં આ ભાવ સદાય વસતો હોય છે. આ ભાવને જે પારખે છે, તે માનવીની કાર્યશક્તિને પ્રગટ કરી શકે છે, આથી મહત્તા એ મનને પુષ્ટ કરનારની સૌથી મોટી બાબત છે.” “ધારો કે તમે આવી મહત્તા આપો નહીં તો ? શું એ મૃત્યુ પામશે ? શું એ નિરુત્સાહ ને ઉદાસીન બની જશે ?” ના. એ તનથી મૃત્યુ પામતો નથી, પરંતુ મનથી મૃત્યુ પામે છે. એના હૈયામાં ન તો પ્રેરણા હોય છે કે ન તો ઉત્સાહ. એને પરિણામે જીવન પ્રત્યેની નિરાશા વધતી જાય , છે અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા ઘટતી જાય છે, આથી મહત્તા આપવાથી વ્યક્તિના હૈયામાં ૭૭] મંત્ર માનવતાનો જાદુઈ કામ કરી જાય એવી ચેતનાનો સંચાર થાય છે.” 151

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157