Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 154
________________ ઈશ્વરે મોકલેલો દેવદૂત રાણી એલિઝાબેધના પતિ રાજા લૂઈ યુદ્ધ ખેલવા માટે અન્ય પ્રદેશમાં ગયા, ત્યારે રાણી એલિઝાબેથને રાજકારભાર ચલાવવાનું સોંપવામાં આવ્યું. એ સમયે ઈ. સ. ૧૨૨૫માં ભીષણ દુષ્કાળ પડ્યો અને ઘણા લોકો દુષ્કાળના ખપ્પરમાં હોમાવા લાગ્યા. કેટલાંય પ્રાણીઓ ભૂખથી તરીને મૃત્યુ પામવા લાગ્યાં. અન્નનો દાણો મેળવવા માટે લોકો પ્રાણની પણ પરવા કર્યા વિના લૂંટફાટ કરવા લાગ્યા. આવી પરિસ્થિતિ હોવા છતાં રાજકર્મચારીઓએ કાં નક્કર પગલાં લીધાં નહીં. એથીય વિશેષ દુષ્કાળની વાતોને વધુ પડતી ચગાવવામાં આવી છે એમ કહીને લોકોને ધુત્કાર્યા. રાણી એલિઝાબેધને આ પરિસ્થિતિની જાણ થતાં જ એણે તત્કાળ હુકમ કર્યો, “રાજનો અન્નભંડાર પ્રજાને માટે ખુલ્લો મૂકી દો. જે ધનભંડાર છે, એમાંથી ધન વાપરીને અનાજ એકઠું કરીને ગરીબોને વહેંચી આપો.” રાજસેવકોને રાણીનો હુકમ પસંદ પડ્યો નહીં, પરંતુ ક૨ે શું ? આવી રીતે રાજભંડા૨ ઘટતો જોઈને રાજા લૂઈના સંબંધીઓ અકળાયા. એના શ્વશુર પક્ષના લોકોએ નારાજગી વ્યક્ત કરી. એમણે વિચાર્યું કે જો આવી રીતે રાજનો ભંડાર ખર્ચી નાખશે, તો પછી ૨હેશે શું ? આથી રાણીની વિરુદ્ધ પ્રપંચ ઘડાવા લાગ્યાં. ધમકી આપી કે રાજા લૂઈ આવશે ત્યારે તમને આકરી સજા ફટકારશે. દુષ્કાળપીડિત પ્રજા રાણીને ‘ઈશ્વરે મોકલેલો દેવદૂત' માનવા લાગી. થોડા સમય બાદ રાજા લૂઈ યુદ્ધમાંથી પાછા ફર્યા ત્યારે પ્રજાએ એમનો ઉત્સાહભેર આદર-સત્કાર કર્યો. પણ બીજે દિવસે રાજાના ભાઈએ અને અન્ય કુટુંબીજનોએ રાજા લૂઈને ફરિયાદ કરી અને રાણીને સજા કરવાનું કહ્યું, રાજા લૂઈએ હસીને કહ્યું, “ભૂખી પ્રજાને ભોજન આપવું એ રાજનો ધર્મ છે, તેથી રાણીએ તો પોતાનો ધર્મ બજાવ્યો છે. એમાં શું ખોટું કર્યું ? એણે ગરીબોને રાજ તો નથી આપી દીધું ને!” રાજાનો ઉત્તર સાંભળીને ફરિયાદ કરનારા શાંત થઈ ગયા. મંત્ર માનવતાનો 153

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157