Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 143
________________ સર્જનની લગની રશિયાના વિખ્યાત સર્જક મેક્સિમ ગોર્કીનાં માતાપિતા નાની વયે મૃત્યુ પામ્યાં. દાદાની પાસે એનો ઉછેર થયો. નવ વર્ષની ઉંમરથી એણે મજૂરી કરવાનું શરૂ કર્યું. વહાણના તૂતક પર વાસણો માં જ્યાં હતાં અને બેકરીમાં જઈને પાંઉ-રોટી શેકી હતી. એ પછી એને કબાડીને ત્યાં નોકરી મળી અને અહીં રોજ સેંકડો પુસ્તકો આવતાં હતાં. આ પુસ્તકો જોઈને મેક્સિમ ગોર્કાનું મન એને વાંચવા માટે આતુર બની જતું. એ પોતાનું કામ પૂરું થતાં જે કંઈ સમય મળતો, એમાં એ પુસ્તકો વાંચતો હતો. જે દિવસે પુસ્તક વાંચવાની અનુકૂળતા ન મળે, તે દિવસે એને એમ થતું કે આજનો દિવસ એળે ગયો. કેટલાંક પુસ્તકો એવાં આવતાં કે જેને નાની વયનો ગોર્કી સમજી શકતો નહીં, પરંતુ એને વારંવાર વાંચીને સમજવાનો પ્રયત્ન કરતો અને એમ કરતાં એણે આ કબાડીની દુકાનમાં રહીને અસંખ્ય પુસ્તકો વાંચ્યાં અને મનમાં વિચાર કર્યો કે હવે થોડું લેખન પણ શરૂ કરું. એનું મૂળ નામ અલેક્સઈ મક્સિમોવિચ પેશ્કોવ, પરંતુ એણે ગોક (કડવો)ના નામથી લખવાની શરૂઆત કરી. અખબારમાં એની વાર્તા પ્રગટ થઈ અને થોડા દિવસ પછી એક સુપ્રસિદ્ધ લેખકે આવીને સુંદર વાર્તા લખવા માટે એને અભિનંદન આપ્યાં. ગોકનો ઉત્સાહ વધ્યો. હવે એણે એનું સઘળું ધ્યાન લેખન અને અધ્યયનમાં કેન્દ્રિત કર્યું. મનમાં આ એક જ લગની. એને પરિણામે એની વાર્તાઓ સિફલિસનાં અખબારોમાં અને પીટ્સબર્ગનાં સામયિકોમાં પ્રગટ થવા લાગી. સ્વાનુભવના આધારે લખાયેલી એમની કૃતિઓની ચોતરફ પ્રશંસા થવા લાગી. ગોર્કીની આત્મકથાઓ, ‘મા’ નામની નવલકથા, ‘ઊંડા અંધારેથી' જેવાં નહિ નાટકોએ એને વિશ્વપ્રસિદ્ધ લેખક બનાવ્યો. લેનિન જેવા ક્રાંતિકારીઓ એમ માનતા હતા કે રશિયામાં આવેલા સામાજિક અને મંત્ર માનવતાનો. રાજકીય પરિવર્તનમાં મેક્સિમ ગોર્કીના સર્જનનું ઘણું મોટું યોગદાન છે. 142

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157