________________
મારી અંદરનો પોલીસ સમયપાલનની ચીવટ ધરાવતા અમેરિકાના ન્યાયાધીશ રેમન્ડ ફંકર્ક વિલંબ થવાના ભયે ડ્રાઇવરને ઝડપથી મોટર ચલાવવાનું કહ્યું. એવામાં ગાડી ટ્રાફિક સિગ્નલ પાસે આવી, લાલ લાઇટ હોવા છતાં એણે આગળ ધપાવી. ન્યાયાધીશના ડ્રાઇવરના મનમાં એક જ ધૂન, સાહેબને સમયસર પહોંચાડવા છે. આમાં થોડો નિયમભંગ થાય તો વાંધો નહીં. ન્યાયાધીશને વળી કોણ પૂછનારું હોય ? વળી ડ્રાઇવરે ચોપાસ નજર કરી તો ખ્યાલ આવ્યો કે ક્યાંય એકે ટ્રાફિક પોલીસ નથી, એટલે કોઈ અટકાવીને ઊભા રાખે એવુંય નહોતું. ન્યાયાધીશ રેમન્ડે આ જોયું અને તરત જ ડ્રાઇવરને ઠપકો આપતાં કહ્યું, “ઉતાવળ ગમે તેટલી હોય તોપણ નિયમભંગ કરવાનો નહીં. હવે રસ્તામાં આવતા પોલીસસ્ટેશને ગાડી થોડી વાર ઊભી રાખજે.”
ન્યાયાધીશ રેમન્ડ પોલીસસ્ટેશનમાં ગયા અને પોલીસસ્ટેશનના અધિકારીને કહ્યું કે “મારાથી ગુનો થઈ ગયો છે. લાલ લાઇટ હોવા છતાં રસ્તો ક્રૉસ કર્યો છે. આ ગુના માટે તમે પાંચ ડૉલરની ટિકિટ આપો છો, તો મારો આ દંડ લઈ લો અને મને એની પહોંચ આપો.” વિખ્યાત ન્યાયાધીશને જોતાં પોલીસ અધિકારીએ પાંચ ડૉલર લેવાની આનાકાની કરતાં કહ્યું, “માનનીય ન્યાયમૂર્તિશ્રી, આપને કોઈ ટિકિટ આપી નથી કે કોઈ પોલીસે રોક્યા નથી, તો પછી આવો દંડ ભરવાની કશી જરૂર નથી.”
ન્યાયાધીશે કહ્યું, “ભાઈ, તમારે દંડ તો લેવો જ પડશે. એમાં નહીં ચાલે.” ત્યારે પોલીસ અધિકારીએ વિનંતી કરીને કહ્યું, “સાહેબ, ટ્રાફિક પોલીસે આપનો ગુનો નોંધ્યો હોય તો બરાબર છે. એવું તો બન્યું નથી.”
ન્યાયાધીશ કહે, “ટ્રાફિક પોલીસે મને પકડ્યો હોય કે ન પકડ્યો હોય તે વાત ગૌણ છે. પણ મારી અંદરના પોલીસે મને પકડ્યો છે, ગુનેગાર ઠરાવ્યો છે, માટે આ દંડ ૯ સ્વીકારી લો.”
મંત્ર માનવતાનો પોલીસ અધિકારીએ કમને ન્યાયાધીશે આપેલો દંડ સ્વીકાર્યો.
139