Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 125
________________ લાગણીમય અવાજનું અવસાન ટૉમના માથે એકાએક આભ તૂટી પડ્યું. હજી હમણાં લગ્ન કરીને માંડ એણે ઘરગૃહસ્થીનો પ્રારંભ કર્યો હતો અને ત્યાં જ ગંભીર અકસ્માત થયો. એને કારણે એના બંને પગ છુંદાઈ ગયા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર કરી, પરંતુ ઈજાની ગંભીરતાને કારણે ટૉમને શેષજીવન પથારીમાં પડ્યા પડ્યા ગાળવાનું આવ્યું. આ આઘાતજનક આફત ભવિષ્યને અંધકારમય બનાવનારી નીવડે નહીં તે માટે ટૉમે હતાશા ખંખેરીને આગળ વધવાનો નિર્ણય કર્યો. પોતાના અને તાજેતરમાં પોતાની સાથે પ્રભુતામાં પગલાં માંડનાર યુવતીના જીવનમાં સુખની ક્ષણો લાવવાનો નિર્ધાર કર્યો. એણે હસતે મુખે રડતી પત્નીનાં આંસુ લૂછળ્યાં અને નવી પરિસ્થિતિમાં પોતાની નવી દુનિયાનું સર્જન કરવા માટે પુરુષાર્થ આરંભ્યો. એણે ટેલિફોન પર સામયિકો માટેનાં લવાજમ ઉઘરાવવાનો વ્યવસાય શરૂ કર્યો. ટેલિફોન પર આવી રીતે લવાજમ ઉઘરાવવાની વાત એ ટૉમનો મૌલિક વિચાર હતો. એના અવાજમાં અસરકારકતા અને પ્રભાવકતા હતી. લોકો એની વાત સાંભળતા અને લવાજમ માટે ઑર્ડર આપતા. ધીરે ધીરે શહેરનાં ઘણાં કુટુંબ સાથે એને ગાઢ પરિચય થયો. થાકેલી ગૃહિણીઓને ટૉમની રમૂજી વાતો ખૂબ ગમતી. રોજ આઠેક કલાક પોતાની પથારીમાંથી ટૉમ કારોબાર ચલાવતો. ધીરે ધીરે એણે અંગત સચિવ રાખી, એની પત્નીની સુખ-સગવડની ઇચ્છા પૂરી કરી. ટૉમ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે મોટા ભાગના એના ટેલિફોન પરના આત્મીય, આનંદી, ઉત્સાહી અવાજથી ઓળખતા હતા. એના મૃતદેહને વિદાય આપવા માટે આખું @ @ ગામ ઊમટ્યું હતું અને સહુના ચહેરા પર “મધુર અને લાગણીશીલ અવાજ” ના મૃત્યુનો શોક હતો. મોટા ભાગના લોકોએ ટૉમને જોયો નહોતો, પરંતુ એની ચાહનાને કારણે મંત્ર માનવતાનો. નગરવાસીઓમાં એ નગરના મેયર તરીકે ઓળખાતો હતો. 124

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157