Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 133
________________ પોશાકની શી પરવા ! આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઑફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે નોકરી મળી. અહીં એમણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી. ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ. એ પેટન્ટ ઑફિસમાં નોકરી કરતા હતા, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા એમના પાંચ લેખોએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું અને સમય જતાં પેટન્ટ ઑફિસ છોડીને યુનિવર્સિટી-શિક્ષણમાં જોડાયા. પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને ત્યાર બાદ બર્લિનની વિલ્હેમ કેઝર ઇન્સ્ટિટ્યૂટમાં એમણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. પોતાનો મોભો વધતાં આઇન્સ્ટાઇનને પોશાક બદલવો પડે તેમ હતો. તે હંમેશાં કરચલીવાળો સૂટ પહેરતા અને એમના વાળ એમના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે ? સંશોધનમાં ડૂબેલા આઇન્સ્ટાઇનને માટે પોશાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનાં ન હતાં. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એમને સહેજે મંજૂર નહોતું. આઇન્સ્ટાઇને એની સહાધ્યાયિની મિલેવા મેરિક સાથે લગ્ન કર્યા હતાં અને મિલેવા મેરિકે એને કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો, આથી તમારે જૂના-પુરાણા સૂટને તિલાંજલિ આપીને નવો સૂટ સિવડાવવો જોઈએ. મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે આઇન્સ્ટાઇન એક જ ઉત્તર “અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ખોટું કહેવાય મંત્ર માનવતાનો. 132" ને મારો પોશાક મારી કામગીરીને કોઈ રીતે બહેતર બનાવશે નહીં.”

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157