Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 118
________________ સીધી-સાદી પદવી ઇંગ્લેન્ડના સમ્રાટ જેસે પોતાનો રાજભંડાર સમૃદ્ધ કરવા માટે એક નવી યુક્તિ અજમાવી. પ્રજા પાસેથી કર ઉઘરાવીને નાણાં એકત્ર કરવામાં લોકસમૂહના અસંતોષનો ભય સતાવે છે, પરંતુ સમ્રાટે ધનિકો હોંશે હોંશે ધન આપે એવો નુસખો કર્યો. એ કોઈને “ચૂક'ની પદવી આપવા લાગ્યા, તો કોઈને “લૉર્ડ બનાવવા લાગ્યા. આ પદવી માટેની રકમ પણ નક્કી કરી. અમુક રકમ આપે એટલે અમુક કક્ષાની પદવીની નવાજેશ કરવામાં આવશે. પદવી વાંછુઓની લાઇન લાગવા માંડી. દરેકને પદવીથી પોતાની પ્રતિભા ઉપસાવવી હતી. વગર પુરુષાર્થે સન્માન પામવું હતું. સમ્રાટ જેમ્સ જાણતા હતા કે પદવીથી કોઈ મહાન બનતું નથી. મહાન બનવા માટે તો ઉમદા સગુણો હોવા જોઈએ, પરંતુ એમને તો પદવીપિપાસુઓની તુચ્છ અહંકારવૃત્તિ પોષીને ધન એકત્ર કરવું હતું. એક વાર એમની રાજસભામાં એક ધનવાન વ્યક્તિ આવી. સમ્રાટે પૂછ્યું, “કહો, તમને કઈ પદવી આપું ? કયો ઇલ્કાબ તમારે જોઈએ છે ?” પેલી વ્યક્તિએ કહ્યું, “સમ્રાટ, તમે લૉર્ડ અને ડ્યૂક જેવી પદવી આપો છો, પણ મારે એવી પદવી જોઈતી નથી.” સમ્રાટે કહ્યું, “અરે ! તમે કહો ને ! જો યોગ્ય રકમ આપશો તો ‘લૉર્ડથી પણ કોઈ ચઢિયાતી કે ‘ચૂકથી પણ અતિ ગૌરવ ધરાવતી નવી પદવી આપીશ.” પેલી વ્યક્તિએ કહ્યું, “સમ્રાટ, માફ કરજો. મારે કોઈ મહાન ગૌરવવાળી પદવી જોઈતી નથી. સીધી-સાદી પદવીની જરૂર છે. મને ‘સર્જન’ બનાવી દો.” સમ્રાટે કહ્યું, “ભાઈ, હું તને “લૉર્ડ' કે “ચૂક બનાવી શકું, પણ તને સજજન બનાવવાનું કામ મારી શક્તિ બહારનું છે.” D મંત્ર માનવતાનો 117

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157