________________
પુનર્જન્મની વર્ષગાંઠ
પચ્ચીસ વર્ષના જુવાનજોધ કિસને સૌથી વધુ ઝડપથી ફેલાઈ જતું ‘લિમ્ફોમા' કૅન્સર હોવાનું નિદાન થયું, ત્યારે એની માતા પર આભ તૂટી પડ્યું. અમેરિકાના વિખ્યાત ક્લિવલૅન્ડ ક્લિનિકના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ રાખવાનાં સાધનો (રેસ્પિરેટર) સાથે ક્રિસની તાત્કાલિક સારવાર શરૂ થઈ. એની શારીરિક સ્થિતિ એવી હતી કે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં પથારીમાં સૂતેલા ક્રિસને ખુદ એની માતા ઓળખી શકી નહીં.
ક્રિસની માતાએ નક્કી કર્યું કે એ એના પુત્રની બારી પાસે જઈને એને મનગમતી વાતો કરશે અને કોઈ પણ પ્રકારે પુત્રને બચાવશે. ઇન્ટેન્સિવ કાર્ડિયાક યુનિટમાં ડૉક્ટરો અને નર્સોની દોડધામ, ક્રિસના શરીર પર લગાડાતાં જુદાં જુદાં સાધનો અને ઇન્જેક્શનોની વચ્ચે ક્રિસની માતાએ એનો હાય હાથમાં લઈને એને ખૂબ ગમતી એવી ઉનાળાની ઋતુની વાત કરી. સૂર્યનાં હૂંફાળાં સોનેરી કિરણો અને હસતાં ફૂલોનું વર્ણન કર્યું. એ આ વાતો કરતી ત્યારે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ લેવાના યંત્રમાં લાઇટ થતી અને અવાજ આવતો. નર્સ કહેતી કે આ રેસ્પિરેટર એવો સંકેત આપે છે કે ‘આ સમયે ક્રિસ જાતે શ્વાસ લે છે.'
ક્રિસની તબિયતમાં ક્રમશઃ સુધારો થતો ગયો. કેમોથેરાપીની સારવાર રોગને અટકાવનારી બની. એની માતાએ એને ગમતી વાતો ઉત્સાહભેર કહેવાનું ચાલુ રાખ્યું, પસંદગીની ટેપ સંભળાવવા લાગી અને ભવિષ્યમાં ક્રિસે શું કરવાનું છે એની યોજના કહેવા લાગી. બીજી બાજુ ક્રિસના પિતાએ તો પુત્રને બચવાની આશા ઓછી કરી દીધી હતી. એની મોટર પણ વેચવા કાઢી હતી.
કિસની માતાએ એના પ્રયત્નો અવિરતપણે ચાલુ રાખ્યા. કિસ ઘોડા મહિનામાં સાજો થઈને પાછો આવ્યો. એને બોનમેરો સર્જરી કરવામાં આવી. આજે ક્રિસ એ દિવસને ભૂલ્યો નથી, જે દિવસે એની માતાએ પહેલી વાર એનો હાથ હાથમાં લઈને હૂંાળા મંત્ર માનવતાનો સૂર્યપ્રકાશની વાત કરી હતી. ક્રિસ એ દિવસને આજે પોતાના પુનર્જન્મની વર્ષગાંઠ તરીકે
82
દર વર્ષે ઊજવે છે !