________________
અમૂલ્ય પ્રમાણપત્ર રશિયાના નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયો ટૉલ્સ્ટૉય (ઈ. સ. ૧૮૨૮થી ઈ. સ. ૧૯૧૦) પોતાની સંસ્થા માટે યોગ્ય વ્યક્તિની શોધમાં હતા. એમના ઘનિષ્ઠ મિત્રએ પોતાની પરિચિત એવી એક વ્યક્તિને ભલામણ સાથે ટૉલ્સ્ટોય પાસે મોકલી. એમને પૂર્ણ શ્રદ્ધા હતી કે લિયો ટૉલ્સ્ટૉય એમની ભલામણને સહર્ષ મંજૂર રાખશે, પરંતુ વાત સર્વથા વિપરીત બની. ટૉલ્સ્ટોયે એ કાર્ય માટે પોતાના પરમ મિત્રએ સૂચવેલી વ્યક્તિને બદલે અન્ય વ્યક્તિની પસંદગી કરી. એમના મિત્રને જાણ થતાં એ અત્યંત ગુસ્સે થયા અને ટૉલ્સ્ટોયને મળવા ધસી ગયા.
એમણે કહ્યું, ‘તમારી સંસ્થામાં નોકરી માટે મેં એક કાબેલ અને શિક્ષિત વ્યક્તિને ભલામણપત્ર સાથે મોકલી હતી. એમની પાસે યોગ્યતાનાં ઘણાં પ્રમાણપત્રો હતાં, તેમ છતાં તમે એની પસંદગી કરવાને બદલે એક એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે આવાં કોઈ જ પ્રમાણપત્રો નહોતાં, એનું કારણ શું ?”
ટૉલ્સ્ટોયે કહ્યું, ‘તમારી વાત સાચી છે. જેની મેં પસંદગી કરી છે, એની પાસે કોઈ મોટી મોટી સંસ્થાનાં પ્રમાણપત્રો નહોતાં, પરંતુ એની પાસે એક અમૂલ્ય પ્રમાણપત્ર હતું અને તેને આધારે મેં એની પસંદગી કરી છે.'
મિત્રને પારાવાર આશ્ચર્ય થયું અને પૂછયું, “અમૂલ્ય પ્રમાણપત્ર? એવું તે કયું પ્રમાણપત્ર હોઈ શકે ?”
ટૉલ્સ્ટૉયે કહ્યું, “જેની મેં પસંદગી કરી, એણે મુલાકાત માટે પ્રવેશતાં પૂર્વે ખંડમાં દાખલ થવાની અનુમતિ માગી. પ્રવેશ્યા પછી ધીરેથી બારણું બંધ કર્યું અને ખુરશી પર બેસવા માટે મારી અનુમતિ માગી. મારા દરેક પ્રશ્નનો એણે આત્મવિશ્વાસપૂર્વક
વ્યવસ્થિત જવાબ આપ્યો અને મુલાકાત પૂરી થતાં રજા લઈને ચૂપચાપ બહાર નીકળી છે ગયો. જોયું કે એણે જે કંઈ કર્યું, તે એના સ્વભાવ મુજબ કર્યું, પ્રદર્શન માટે નહીં. યોગ્ય અને ગુણવાન વ્યક્તિની પાસે મોટા પ્રમાણપત્ર ન હોય, તેથી શો ફેર પડે ?'
જીઈ
114