Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 113
________________ મંત્ર માનવતાનો 112 સામાન્યમાંથી અસામાન્ય ‘સિંગાપોરના રાષ્ટ્રપિતા' તરીકે ઓળખાતા લિ ક્વાન યૂએ ત્રણ દાયકા સુધી સિંગાપોરના વડાપ્રધાન તરીકે યાસ્વી કામગીરી બજાવી અને પોતાના રાષ્ટ્રને જગતનું અત્યંત વિકાસશીલ રાષ્ટ્ર બનાવ્યું. ૧૯૬૪ની ૨૧મી જુલાઈએ સિંગાપોરમાં ચીની અને મય લોકો વચ્ચે થયેલાં કોમી રમખાણોને પરિણામે મલેશિયાએ સિંગાપોરને એના ફેડરેશનમાંથી દૂર કર્યું. એ સમયે કોમી રમખાણોની વચ્ચે મળેલી આ સ્વતંત્રતાને આંસુભરી આંખે સિંગાપોરના રાજનેતા લિક્વાન યુએ સ્વીકારી, કારણ કે તેઓ ચાર દેશોના જોડાણના સમર્થક હતા. સિંગાપોર કોમી હુલ્લડોથી ગ્રસિત હતું અને ભ્રષ્ટાચારથી ભરેલું હતું, એને મલેશિયામાંથી પાણી પણ આયાત કરવું પડતું હતું, આવી પરિસ્થિતિમાં સિંગાપોરના વડાપ્રધાન લિક્વાન યુએ પોતાના દેશની પ્રગતિ માટે બુદ્ધિજીવીઓને હાકલ કરી. એમણે ડૉક્ટરો અને એન્જિનિયરોને રાજકારણમાં આવવા માટે નિમંત્રણ આપ્યું અને કહ્યું, “દેશના સૌથી બુદ્ધિશાળી માણસો શા માટે રાજનીતિથી આભડછેટ રાખે છે શરૂઆતમાં વડાપ્રધાનને આને માટે ઘણી મહેનત કરવી પડી, કારણ કે આ બુદ્ધિશાળી પ્રોફેશનલોમાં લોકોની વચ્ચે જઈને એમની સમસ્યાઓ સાંભળવાનું ધૈર્ય ન હતું. પણ ધીરે ધીરે એમણે દેશ અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરનારી પ્રતિભાઓને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો અને એને પરિણામે સિંગાપોરનું શાસન અને રાજનીતિ બંનેમાં મોટું પરિવર્તન આવ્યું. નિષ્ણાતોએ રાજનીતિની પરવા કર્યા વિના દેશના વિકાસ માટે આવશ્યક પરિવર્તનો કર્યાં. સિંગાપોરના આ સફળ વડાપ્રધાને પોતાની જીવનકથા ‘થર્ડ વર્લ્ડ ટુ ફર્સ્ટ'માં આ જાદુની વાત કરી છે, જે દ્વારા એમણે સિંગાપોરને દુનિયાનો અગ્રણી દેશ બનાવ્યો. દેશના ઉચ્ચ પદ પર નિષ્ણાતોને મૂક્યા અને એ રીતે સામાન્ય દેશને અસામાન્ય પ્રગતિશીલ દેશ બનાવ્યો.

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157