Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 9
________________ ઘgશકય કોઈ પણ ઉપદેશ દ્રષ્ટાંત દ્વારા સરળ રીતે સમજાવી શકાય છે. વિના દ્રષ્ટાંતે માત્ર પદાર્થોનો બોધ થવો કઠિન છે. પરમાત્માએ પ્રરૂપેલા ચાર ધર્મોમાં પ્રથમ શ્રી દાનધર્મને સમજાવવા આ દ્રષ્ટાંત ખૂબ ઉપયોગી છે. ૧૩-૧૩ કવિઓએ “મંગલકલશ કથાને પ્રાકૃત સંસ્કૃત ભાષામાં ગૂંથી છે. તો ૧૭-૧૭ ગુર્જર કવિઓએ પણ દાનધર્મનો મહિમા ગાતી આ કથાને રાસ રૂપે પ્રસ્તુત કરી છે. તે ૧૭ રાસોમાંથી પ્રાપ્ત ૧૨ રાસ આજે જૈન સંઘ સમક્ષ પ્રથમવાર જ પ્રકાશિત થઈ રહ્યા છે. આજ સુધી અપ્રગટ રહેલ આ રાસ સાહિત્યને જિનશાસનના અમૂલ્ય સાહિત્ય નજરાણાં રૂપે મૂકવાનો પ.પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા. એ જે પ્રયત્ન કર્યો છે. તે સ્તુત્ય છે. આવા અણમૂલા ગ્રંથરત્નના પ્રકાશનનો લાભ અમોને મળવાથી અમારૂ હૈયું ગદ્ગદિત થાય છે. કચ્છ વાગડ દેશોદ્ધારક પ.પૂ. દાદા ગુરૂદેવશ્રી કનકસૂરીશ્વરજી મ.સા.ના ૫૦માં સ્વર્ગારોહણ વર્ષ નિમિત્તે પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ રૂપે અર્થે “શ્રી વિજય કનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા”નો શુભારંભ થયો. જેના તૃતીય મણકા રૂપે આ “શ્રી મંગલકલશ રાસમાલા” નામના ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. તે દાદા ગુરૂદેવની અસીમ કૃપાનું ફળ છે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રી શ્રમણ સેવા રીલીજીયસ ટ્રસ્ટ વિહાર કરતાં પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોની વૈયાવચ્ચનો મહાન લાભ લઈ રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા નિર્મિત અનેક વિશિષ્ટ કલાયુક્ત જિનાલય હજ્જારો ભાવુકોના મન મોહી લે છે. આજે આ જ ટ્રસ્ટ દ્વારા ગ્રંથપ્રકાશનનું પણ મહાન સુકૃત થઈ રહ્યું છે તે અમારું અહોભાગ્ય છે. મલ્ટી ગ્રાફીક્સે સુંદર રીતે સંપૂર્ણ ગ્રંથ તૈયાર કરી આપી પ્રકાશનનું કાર્ય દીપાવ્યું છે. તો સતત સંપર્કમાં રહી કાર્યને સરળ બનાવવામાં ઉપયોગી થનાર અમરભાઈ દામજી ગડા ના અમો આભરી છીએ. શ્રી રીખવદેવજી મહારાજ જૈન પેઢી-કાવી તીર્થ અને શ્રી ખાખરેચી જે.મૂ. પૂ. જૈન સંઘ ગ્રંથનો સંપૂર્ણ લાભ લીધો છે. તે સર્વની અમો અંતરથી અનુમોદના કરીએ છીએ. શ્રી શ્રમણ સેવા રીલીજીયસ ટ્રસ્ટ વતી શ્રી હસમુખભાઈ પ્રેમચંદ શાહ (પ્રમુખ) Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 842