________________
શ્રી મંગલકલશ રાસમાલા
આ નિશાની કરેલ કૃતિઓ પ્રાપ્ત થઈ શકી નથી. તે સિવાયની કુલ ૧૨ કૃતિઓ અહીં પ્રકાશિત થાય છે. તેમાં ઉપાધ્યાય કનકસોમજી કૃત ‘મંગલકલશ ફાગ’ પૂર્વે ભોગીલાલ સાંડેસરાએ ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’માં પ્રકાશિત કરેલ તે કૃતિની બીજી એક હસ્તપ્રતના આધારે સંદિગ્ધ સ્થાનો સુધારી નૂતન પાઠ સંપાદન પદ્ધતિ પ્રમાણે તેની વાચના ફરીથી તૈયાર કરી છે. તથા દીપ્તિવિજયજી કૃત ‘મંગલકલશ રાસ’નો જે. ગૂ. ક. ભાગ-૫માં પ્રકાશિત તરીકે ઉલ્લેખ હોવા છતાં ‘પ્રકાશન ક્યાંથી થયું છે?’ તેનો ઉલ્લેખ નથી. આથી તેની પણ વાચના નવી જ તૈયાર કરી છે. તે ઉપરાંત હસ્તપ્રતોમાં સંગ્રહિત ૧૦ રાસ/ચોપાઈનું અહીં પ્રથમવાર પ્રકાશન થઈ રહ્યું છે.
69
7
એકને એક વસ્તુનો અનેક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરી શકાય. કવિઓની રજૂઆત શૈલી, પ્રતિભાસંપન્નતા, ભિન્ન-ભિન્ન દ્રષ્ટિએ સાહિત્યિક મૂલ્યાંકન, ભાષા વિવિધતા, કથા ઘટકોમાં ભિન્નતા આદિનો અભ્યાસ થઈ શકે એ હેતુથી એક જ કથાનકની કુલ ૧૨ ગુર્જર કૃતિઓ અહીં પ્રકાશિત થઈ રહી છે.
કથા ઘટકોની દ્રષ્ટિએ ગુણનંદનજી શ્રી દેવચંદ્રસૂરિજીની કથાને અનુસર્યા છે. તે સિવાયના બધા જ રચનાકારો શ્રી અજિતપ્રભસૂરિજીની કથાને અનુસર્યા છે. છતાં ક્યાંક-ક્યાંક કથા ઘટકોમાં ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો કર્તાઓની રૂચિને કારણે કે ક્યારેક કથા ઘટકને વધુ રોચક બનાવવાના આશયથી કરવામાં આવતા હોય છે.
સૌ પ્રથમ આપણે એ પ્રકાશિત થઈ રહેલી કૃતિઓ અને તેના કર્તાનો પરિચય તથા થોડો રસાસ્વાદ ‘કૃતિદર્શન’માં જોઈએ. ‘કૃતિ દર્શન’ માં દરેક કૃતિ દીઠ ‘કથાઘટકોના ફેરફાર' પણ ટાંકેલા છે. ત્યાર બાદ જે હસ્તપ્રતોને આધારે પ્રસ્તુત સંપાદન થયું છે તે ‘પ્રતોનો પરિચય’ તથા ‘પાઠ સંપાદન પદ્ધતિ’ આપી છે. રાસો સર્વગ્રાહી થઈ શકે એ હેતુથી સવિસ્તાર ‘મંગલકલશ ‘કથા’ આપી છે.
કથા બાદ પ્રકાશિત સર્વકૃતિઓ સંવત ક્રમને અનુસારે આપવામાં આવી છે.
૧.
આ કથા શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. દ્વારા લિખિત ‘હેં’ (પુસ્તક ક્રમાંક-૨૧૨) પુસ્તકમાંથી લેવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org