________________
શ્રી મંગલકલશ રાસમાલા રોડ
29
તરછોડી છે. એક તો મંત્રીએ કપટ કરીને ત્રૈલોક્યસુંદરી જેની સાથે પરણી તેને ભગાડી દીધો અને ઉપરથી માતા-પિતા પણ તરછોડે છે. આથી અહીં અપાયેલ સાંગોપાંગ ઉપમાએ રૈલોક્યસુંદરીની વ્યથા વધુ તીવ્ર બનાવી છે.
જ કવિશ્રીએ ઉપમાની સાથે ઉન્મેલા, વ્યતિરેક, અતિશયોક્તિ, નિદર્શના આદિ અલંકારો પણ પ્રયોજ્યા છે.
જ “તે શિશુનઈ દુખીય દેખી, જાણુ તપ્યઉ તનુ સૂરો રે; માનું જ્ઞાન ભણી ગઈઉં, પછિમ સાગર પૂરો રે.' ૧૨૪
મંગલકલસને દુઃખી જોઈને સૂર્યના શરીરે જાણે તાપ ઉપન્યો અને તે સ્નાન કરવા પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. મંગલકલશનું અપહરણ થયું ત્યારે સૂર્યાસ્ત થવાની ક્રિયાને કવિશ્રીએ સુંદર ઉત્યેક્ષાથી જાણે વધાવી છે.
જ “તિણમાંહે ચંપાપુરી, ઇંદ્રપુરીકું જિપઈ રે ૬૩
ભરતક્ષેત્રની ચંપાપુરીએ પોતાની શોભાથી ઈન્દ્રપુરીને પણ જિતી લીધી. ઉપમેયની શોભાને ઉપમાનની શોભાથી ચડિયાતી દર્શાવીને વ્યતિરેક અલંકાર વર્ણવ્યો છે.
જ “માત-પિતા પ્રતિ સુત દીઠઈ, જે દૂયઉ સુખ આય કુમર૦; સહસ જીભ જઉ મુખિ હવઈ, ત િહી કહ્યઉ ન જાય કુમર૦.” ૨૦૦
મંગલકલશને આવેલો જોઈને માતા-પિતાના હૈયે જે આનંદ ઉમટ્યો તે આનંદને વર્ણવવા હજાર જીભ પણ ઓછી પડે. અતિશયોક્તિ અલંકારે આનંદને અતિશાયી બનાવ્યો છે.
વાવ્યા ક્ષેત્રી બીજ, એ સવિ જલથી વાધઈ; ધરમ કરઈ નર જેહ, તે મનવંછિત સાધઈ.” ૩૮
જે નર ધર્મ કરે છે તેના મનોવાંછિત સિદ્ધ થાય છે.' આ ઉક્તિને સમજાવવા કવિશ્રી દષ્ટાંત ટાંકે છે. ખેતરમાં વાવેલા બીજ જળના સંયોગે વૃદ્ધિ પામે છે.
જ “દીજઈ સીખ તુમ્હાભણી, તે મઈ અઈસી જાણી રે. ૭૨ નર અબુઝ ઈમ ચીંતવઈ, સરસતિ ભણઈ નેસાઈ રે; અફર રુખ છાંડી બંધઈ, તોરણ અંબ વિસાલઈ રે. ૭૩ મા આગલિ મામા ભલા, ઘણું વખાણઈ જેહા રે; લંકાઈ લહરી વલી, મૂરખ કહીયઈ તેહા રે.” ૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org