________________
શ્રી મંગલકલશ રાસમાલા
57
કલંક ઉતરસઈ કારિમો, પામેશ વંછીત ભોગ ચાંદલીયા. ૧૫ [૩૨]
રૈલોક્યસુંદરી ચંદ્રને કહે છે. - “હે ચંદ્રમાં! તું તો આકાશમાં ખૂબ ઊંચે ઊગ્યો છે. તું તો બધાને નિરખી શકે છે. તો મારો પ્રીલ તેં ક્યાંય જોયો છે? એ મને કહે, બસ આટલી મારી અરજી સ્વીકારી લે, હું તો તારી દાસી છું. મારા પ્રીઉની જો તું ખબર આપીશ તો તને ખૂબ શાબાશી આપીશ, રોહિણી તને ખૂબ વ્હાલી છે ને? એટલે તો નિત્ય તું એને પાસે જ રાખે છે. ગંગાનાગણમાં ઊભો રહીને તું દેશ-વિદેશ બધું જુએ છે તો એટલું કહી દે કે મારો નાથ “કયા ગામમાં છે?'
રૈલોક્યસુંદરીની કાકલુદી સાંભળીને ચંદ્ર ઉત્તર આપે છે. “તું સંસારના સુખ પામીશ અને તારી ચિંતાઓ દૂર થઈ જશે. તારો પ્રીલ ઉજ્જૈનીમાં વસે છે. તેની સાથે તારો સંયોગ હવે જલ્દી થશે તારું કલંક ઉતરશે અને તું મનવાંછિત ભોગ પણ પામીશ.”
અહીં સજીવારોપણ દ્વારા પ્રસ્તુત થયેલો ચંદ્ર સાથેનો વાર્તાલાપસૈલોક્યસુંદરીનાએકલવાયાપણાને પ્રદર્શિત કરે છે અને એ દ્વારા તેની દુઃખી અવસ્થા વધુ ઘેરી બનાવાઈ છે.
જ “કર્મતણી ગતિ કઠિણ સબલ-નિબલા વસ પડીયા, મયગલ મદોનમત્ત લોહ જિમ સાંકલિ જડીયા; વાઘ ચાંબ બિછાઈ સુઈ ગઈસઈ સન્યાસી, પન્નગ પડીયા પાસ કઠપિંજર વાસી; રામચંદ્ર રખવાલ તા ધરણી સીત રાવણ ધરી, નિરવાણિ લેખ યુકિં નહીં કહિ હેમ કવી કેસરી.” ખંડ-૨ ઠાલ-૭
મંગલકલશ સુબુદ્ધિમંત્રીના ઘરે ફસાઈ ગયો ત્યારે કવિશ્રી એક હકીકત તરફ ધ્યાન દોરે છે કેકર્મની ગતિ જ કાંઈ એવી છે કે બળવાન પણ નિર્બલને વસ થઈ જાય છે.' કવિશ્રીએ આ ઉક્તિના સમર્થન માટે દૃષ્ટાંતો આપ્યા- “મદોન્મત્ત ગજરાજ પણ લોહ-સાંકળે જકડાઈ જાય છે, વાઘ જેવા વાઘનું ચર્મ પાથરીને સંન્યાસી તેની ઉપર બેસે છે. સર્પ જેવા સર્પ પણ પાશમાં સપડાય છે, રામચંદ્ર જગતના રખેવાળ છે છતાં તેમની પત્ની સીતાને રાવણ ઉપાડી ગયો!”
જ ‘ઉત્તમ અતિઈ પરાભવ્યો, હઈ ન આણિ સ; છેદ્યો ભેદ્યો દુહવિઓ, મધુરો વાજઈ વંસ.'૩ [૫૩૮]
સુરસુંદરરાજા સુબુદ્ધિમંત્રી પર ક્રોધે ભરાયા અને તેને મારવાનો હુકમ કર્યો ત્યારે મંગલકલશે તેને બચાવ્યો. મંગલકલશની આ ઉત્તમતા છે. “ઉત્તમપુરુષો પરાભવ પામવા છતાં હૃદયમાં રોષ રાખતા નથી.” આ હકીકત અર્થાન્તરન્યાસ દ્વારા પુષ્ટ બનાવી છે. વાંસને છેદવા-ભેદવા છતાં તે (વાંસળી બનીને) મધુર વાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org