________________
શ્રી મંગલકલશ રાસમાલા
105
મુજબ ચાર મંગલ પ્રવર્તાવ્યા.
પ્રથમ મંગલ વખતે રાજાએ વરને શ્રેષ્ઠતમ વસ્ત્રો આપ્યા.
દ્વિતીય મંગલ વખતે અલંકારો આપ્યા.
તૃતીય મંગલ વખતે મણિ-સુવર્ણ વગેરે આપ્યું.
ચતુર્થ મંગલ વખતે રથ વગેરે આપ્યું.
વિવાહ-વિધિ તો સંપન્ન થઈ ગઈ પરંતુ એ પછી ય મંગલકલશે જ્યારે રૈલોક્યસુંદરીનો હાથ ન છોડ્યો ત્યારે રાજાએ મંગલકલશને પૂછ્યું,
હજી ય કાંઈ જોઈએ છે?” હા” “શું?”
આપશો?' “ચોક્કસ તો મને પાંચ જાત્યરત્ન અશ્વો આપો’
અત્યંત ખુશ થઈને રાજાએ મંગલકલશની સામે પાંચ જાત્યઅશ્વો ઊભા કરી દીધા. મંગલકલશ પ્રસન્ન-પ્રસન્ન તો થઈ જ ગયો પણ જ્યાં એને યાદ આવી ગયું કે “ગણતરીની પળોમાં જ રૂપરૂપના અંબાર સમી આ રાજકુમારીને અહીં જ છોડીને મારે દૂર દૂર ચાલ્યા જવાનું છે,' એનું મન ખિન્ન થઈ ગયું. રાજકુમારી સાથે લગ્ન કરવાનું જ ન બન્યું હોત તો તો કોઈ પ્રશ્ન નહોતો પરંતુ આ તો લગ્ન કરવાનું બન્યું અને તુર્ત એનો ત્યાગ કરી દેવાની નોબત આવી. શું આ વિયોગ સહન થાય?
મંગલકલશ લગ્ન કરીને સૈલોક્યસુંદરીને લઈને મંત્રીના આવાસે આવી તો ગયો પરંતુ અત્યારે સૌથી વધુ ઉચાટમાં કોઈ હોય તો એ છે મંત્રીશ્વર. એને જાતજાતના ડર સતાવી રહ્યા છે.
“મંગલકલશ અહીં જ રહી પડે તો? સૈલોક્યસુંદરી સમક્ષ મારો પુત્ર કોઢી છે એવી વાત કરી દે તો? રૈલોક્યસુંદરીને પોતાની સાથે જ લઈને એ અહીંથી ભાગી જાય તો? રાજાને બોલાવીને એની સમક્ષ મેં રચેલ પ્રપંચજાળને ખુલ્લી કરી દે તો? અરે, અહીંથી નીકળી ગયા બાદ બધે જ આ કાવતરાને પ્રગટ કરતો જાય તો? તો તો મારું જીવન ધૂળધાણી જ થઈ જાય. રાજા કદાચ મને શૂળીએ પણ ચડાવી દે, મારા સહિત સમસ્ત પરિવારને જેલમાં બંધ પણ કરી દે, પોતે જ સામે ચડીને રૈલોક્યસુંદરીને મંગલકલશ સાથે મોકલી પણ દે!
ભયગ્રસ્ત ચિત્ત સાથે મંત્રીશ્વરે પોતાના પ્રધાન પુરુષો સાથે ગુફતેગુ શરૂ કરી.
“આ મંગલકલશને હવે અહીંથી જલદી રવાના કરો
“એને રવાના થઈ જવાનું કહેવું કેવી રીતે?” કેમ? સૈલોક્યસુંદરીથી એ અળગો થાય ત્યારે
ને?'
“એ અળગો થાય જ નહીં તો?' “ન શું થાય? ન જ થાય તો આપણે કરી પણ શું
શકવાના?’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org