________________
36
જ કૃતિ દર્શના
જ ત્રિલોકસુંદરીનું લાવણ્ય અંગે અંગમાંથી ઉભરાય છે. ‘વેણી સરલી લહિકતી, અષ્ટમિ શશિ સમ ભાલ રે; ભમુહિ કુટિલ અણીયાલડી, ત્રિ-અંગુલ ભાલ વિસાલ રે. ૮૦ નાસિકા દીપશિખા જિસી, અધર બિંબફલ લાલ રે; મરકલડી મનમોહતી, દંત પંગતિ મોતીન માલરે. ૮૧ ચંદ્રમુખી મૃગલોયણી, હંસ કોકિલ સરિખો નાદ રે; ગજગતિ ચાલઈ ચમકતી, કેસરિ કટિ લંકી વાદ રે. ૮૨ સુરપતિ કુમારી સારિખી, અમરી ચમરી અનુસાર રે; વિદ્યાધરી રતિરાણી રમા, ભલી ભાસઈ ભુવન મઝારિ રે.” ૮૩
ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખાસ વિશેષતા દ્રષ્ટિગોચર થતી નથી. પરંતુ કવિશ્રીએ પ્રયોજેલ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સુભાષિતો ભાષાકીય દ્રષ્ટિએ અશુદ્ધ છે. થઈ શક્યા તે પદ્યોમાં સુધારા કર્યા છે. બાકીના સુભાષિત-પદ્યો યથાતથ રહેવા દીધા છે. કથા ઘટકોમાં પરિવર્તન ૧) પુત્ર વિના સત્યભામા દુઃખી થાય છે ત્યારે ધનદત્ત શેઠે તેને મદનદેવ અને ક્ષેત્રપાલની પૂજા
કરવાનું કહ્યું. સત્યભામાએ ઉત્તર આપ્યો કે “મેં આવા તો અનેક દેવની પૂજા કરી લીધી છે.
છતાં પુત્ર ન થયો. હવે પોતાના ધર્મમાં સ્થિર થઈ આરાધના કરો.” (૩૪થી ૩૬) ૨) કુલદેવીને આરાધવા સુબુદ્ધિ મંત્રીએ ત્રણ ઉપવાસ કર્યા. (૧૦૪)
મંગલકલશે ઘરે જઈને પિતા ધનદ શેઠને આકાશવાણીની વાત કરી. થોડા દિવસ પસાર થયા
અને તે વાત ભૂલી ગયો. (૧૧૩) ૪) સુબુદ્ધિ મંત્રીએ લગ્ન સમયે રાજા જે ધન આપે તે લઈ જવાનો પ્રસ્તાવ મંગલકલશ સમક્ષ
મૂક્યો. માટે ધનલોભથી તેણે લગ્નની વાત સ્વીકારી. (૧૨૩) ૫) મંગલકલશ દેહશંકાના બહાને બહાર જાય છે. પછી તરત જ રૈલોક્યસુંદરીને નિદ્રા આવી જાય
છે. રાત્રે અચાનક ઉઠીને જુવે છે તો પોતાની બાજુમાં કોઈ કોઢી સુતો છે. ત્યાંથી ઉઠીને સીધી
માત-પિતા પાસે જઈને દેહશંકાના બહાને પ્રીતમ ભાગી ગયા'ની વાત કરે છે. (૧૭૦, ૧૭૮) ૬) મંગલકલશ ઘરે પાછો આવે છે ત્યારનો રથ અહીં ક્યાં લાવે છે?” તે સંવાદ નથી. સીધો ઘરે
પહોંચી જાય છે. (૧૬૭) ૭) કૈલોક્યસુંદરીના સૈનિકોએ સરોવર પાસે રહેલા અશ્વો જોયા. તેની પાછળ જઈને ધનદત્ત શેઠનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org