________________
40
* કૃતિ દર્શન
અહીં નારીને સાપણ-વાઘણની અને કરવતની ઉપમા આપ્યા પછી “આવી સબલાને અબલા કેમ કહી હશે?' એવું કહીને સસંદેહ અલંકાર દ્વારા કવિશ્રીએ નારી ચરિત્રની ગહનતા વધુ ઘેરી બનાવી છે.
જ “વાજઈ નવબત ચિહદીસઈ, દોઈ દિસિ ધૂજા નીસાણ; કરહિ જંગ બેઉ જણા, પેખી હસઈ મસાણ.” [૩૧૮]
મંગલકલશ અને વૈરસિંહ રાજાના યુદ્ધવર્ણનમાં પેખી હસઈ મસાણ’ પદ દ્વારા શ્મશાનને હસતું કહી યુદ્ધની ભયંકરતા દર્શાવી છે.
જ “રુપ હંતા ત્રય ભવનના રે, કુમરી પઈ સહુ જોઈ; નામ ત્રિલોકાસુંદરી રે, વેલ જિસો ફલ જોય.” [૨૭]
રાણી ગુણાવલીએ રૂપવાન પુત્રી 2લોક્યસુંદરીને જન્મ આપ્યો ત્યારે કવિશ્રી નિદર્શન આપે છે.- જેવી વેલડી હોય તેવા ફળ થાય.
જ “અરથી દોષ ન બૂઝહી, ઈણ ખોટઈ સંસાર; ડોરારઈ કારણિ સહી, તોડઈ મોતિ હાર.” [૨]
સંસાર માત્ર સ્વાર્થ જ જુએ છે. પોતાનો સ્વાર્થ સાધતા બીજાને કેટલું નુકસાન થાય છે? તે જોતો નથી. આ વાસ્તવિકતાનું બંધબેસતું દ્રષ્ટાંત એટલે કોઈ દોરા માટે મોતીનો હાર તોડે”..
જ “જાકો જિસો સુભાવ, તે નર કબહુ ના તજઈ; ખોરિ પરો સિરુ જાઉં, ન તજઈ કપિ ચાપલપણો.” [૧૬]
કોઈ પોતાનો સ્વભાવ છોડી શકતું નથી આ ઉક્તિનું સમર્થન “વાંદરાના માથે બળતું લાકડું પડે તો ય ચપળતા ન છોડે’ની વાસ્તવિકતાથી કર્યું છે.
જ કવિશ્રીએ કરેલું સ્ત્રીના જાતિ સ્વભાવનું ટૂંકું પણ ટંકશાલ વર્ણન સ્ત્રી-વૈરાગ્ય ઉત્પન્ન કરી દે છે. નારી કપટની કોથલી, કપટઈ કઈ વિણાસ; ઈણ ભવ અપસ ઉપજે, પરભવ નરક-નીવાસ.” [૪૦] કરઈ સાપકલ જેવરી, કરઈ સિંઘકો બોક; ડાકનીકો કામનિ કહઈ, આઈયા મુર્ખ લોક.” [૪૬].
જૂઠ સાહસ માયા ઘણી, કબહુ ન સૂચી શાહિ; નિર્ધન ફુનિ મુખ કુહરી, ય લખન તિનમાહિ.” [૪૭].
જ કવિશ્રીએ પ્રસ્તુત રચનાને “નવરસમય” જણાવી છે. તેમ છતાં અહીં કરૂણરસ (ઢા. ૮) અને વૈરાગ્યમૂલક શાંતરસ સિવાય અન્ય વર્ણનોમાં રસની પ્રચૂરતા જણાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org