________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
કથાઘટકોમાં પરિવર્તન. ૧) સુબુદ્ધિ મંત્રીને તેની પત્નીએ રાજપુત્રીના લગ્ન માટે કપટ કરવાનું કહ્યું. (૪૫) ૨) દેવી મંગલકલશને વિમાનમાં બેસાડીને લઈ ગઈ અને લગ્ન થઈ ગયા પછી ફરી વિમાનમાં બેસાડી
ઉજ્જૈની મૂકીને ચંપાપુરીએ પાછી ગઈ (૬૪, ૧૦૩). ૩) ત્રૈલોક્યસુંદરી સૂતી હતી ત્યારે મંત્રીએ તેની બાજુમાં પોતાના પુત્રને સુવાડી દીધો. સવારે
મંત્રીની પત્ની ઉઠાડવાના બહાને ત્યાં આવી અને રાડો પાડવા લાગી “મારો પુત્ર કોઢી થઈ ગયો.” મંત્રીના દાસ-દાસીએ પણ નૈલોક્યસુંદરીને વિષકન્યા કહીને વગોવી. રાજાના કાને આ વાત પહોંચી (મંત્રી કહેવા ગયો તે વાત નથી) અને તે પણ ક્રોધે ભરાયો. (૧૨૦ થી ૧૩૬) રાજાએ àલૌક્યસુંદરીને ભૂમિમાં દાટી દેવાની આજ્ઞા કરી ત્યારે લોકોએ વિનંતી કરી. પુત્રી-હત્યા બહુ મોટું પાપ છે. એ હત્યા કરવાને બદલે તેને એકાંતમાં ક્યાંક અંધારા ઓરડામાં રાખી દો.”
તે વિનંતી રાજાએ સ્વીકારી. અહીં રાજાને પુત્રી પ્રત્યે અત્યંત નિષ્ફર દર્શાવ્યો છે. (૧૩૮ થી ૧૪૧) ૫) સુદર્શન મંત્રી રૈલોક્યસુંદરીને નરવેશ અપાવી ઉની લઈ જાય છે. (૨૦૦) ૬) રૈલોક્યસુંદરી ઉજ્જૈની જાય છે તે પછી અહીં ઘણા નવા કથાઘટકો ઉમેર્યા છે.
(ક) સુદર્શન મંત્રી અને પુરુષ વેષમાં રહેલી સૅલોક્યસુંદરીએ મંગલકલશને ખોટી વાત કરી કે સૈલોક્યસુંદરીનો પતિ તેની પાસે જ છે, તે ખોટું બોલે છે. તેની બેનને હું (= પુરુષવેષમાં રહેલી ગૈલોક્યસુંદરી) પરણ્યો છું. બન્ને બહેનો એક સરખી દેખાય છે.” એવું કહી સ્ત્રીનું રૂપ કરી ગૈલોક્યસુંદરી ઉપર ગવાક્ષમાં જઈને મંગલકલશને પોતાનું રૂપ બતાવ્યું. અને ફરી પુરુષવેષમાં મંગલકલશ પાસે આવી ગઈ. ત્યારે મંગલકલશે લગ્ન સમયે રાજાએ આપેલા બે અશ્વો મંગાવીને દેખાડ્યા અને ખાતરી કરાવી. (૨૨૩થી ૨૨૯)
(ખ) સુદર્શન મંત્રી, રૈલોક્યસુંદરી અને મંગલકલશ સૈનિકો સાથે ચંપાનગરીની બહાર પહોંચ્યાં. રાત્રે ગંગાનદીના કિનારે કુલદેવીના સ્થાન પાસે કેલિગૃહમાં રહ્યા. સુદર્શન મંત્રી રાજાને સમાચાર આપવા ગયો. સવારે ઉઠીને જોયુ તો મંગલકલશ ક્યાંય દેખાયો નહીં, 2લોક્યસુંદરી કરૂણ વિલાપ કરવા લાગી. આ સમાચાર વનમાળીએ રાજાને આપ્યા. રાજાએ પુત્રી ગૈલોક્યસુંદરીને આશ્વાસન આપ્યું.
આ બાજુ સુબુદ્ધિમંત્રીને બોલાવીને લગ્ન વખતે આપેલા બે અશ્વ માટે પૂછ્યું તો મંત્રીએ તે મરી ગયા હોવાનું જણાવ્યું. રાજાએ બન્ને અશ્વો તેને બતાવ્યા. તેના ઘરની તપાસ કરાવી તો મંગલકલશ ત્યાંથી મળ્યો. જે રાત્રીએ કેલીગૃહમાં સૂતા હતા તે રાત્રીએ સુબુદ્ધિ મંત્રીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org