________________
* કૃતિ દર્શના આદિ “અ” સાથે પાછળના અક્ષરના ‘ઈ’નો વ્યત્યય પણ ક્યાંક ક્યાંક થયેલો છે. અધિકાર > ઈધકાર, અધિક > ઈધક વગેરે... કથાઘટકોમાં પરિવર્તન. ૧) ધનદત્ત શેઠ પૌષધશાલામાં ગુરુ પાસે બેઠા હોય છે. ત્યારે નગરનારીઓ પોત-પોતાના પુત્રને
લઈને ત્યાં આવે છે- ગુરુના વંદન આદિ કરાવે છે. તે જોઈને ધનદત્તને પોતાને સંતાન નહીં હોવાનું દુઃખ થાય છે. (૩૦થી ૩૩) આવી કથા-ઘટના કરીને લક્ષ્મીહર્ષજીએ ધનદત્તને
થયેલા દુઃખનો કથાંશ સાર્થક બનાવ્યો છે. ૨) ધનદ શેઠે સૌ પ્રથમ પોતાના ઘરે આદિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરી ત્યાર બાદ તેમની પુષ્પ
પૂજાદિ નિત્ય આરાધનામાં રત થયા. (૪૪થી ૪૭) ૩) ઘરે પુત્ર જન્મની વધામણી આપનાર દાસીને ધનદ શેઠે બહુ સારી ભેટ આપી. (૫૯) ૪) ફૂલ લેવા બાગમાં ગયેલો મંગલકલશ ઘરે પાછો નથી આવતો ત્યારે ધનદ શેઠ તેની તપાસ
કરવા બાગમાં જાય છે, ત્યાં તે ન મળતાં મંગલકલશના પગલે-પગલે પાછા આવે છે. અધવચ્ચે તે પગલાં પૂરા થઈ જાય છે. આ બધી જ વાત શેઠ રાજાને કરે છે. રાજા બધા જ રસ્તે ચોકી ગોઠવી દે છે અને તેની તપાસ કરવા ચારે બાજુ સૈનિકો મોકલે છે. (૧૫૬થી ૧૬૩) આ પ્રસંગને બીજા કોઈ પણ રચનાકારોએ આટલો વર્ણવ્યો નથી, અહીં આ વર્ણન દ્વારા કથા-ઘટક ખૂબ રોચક બન્યું છે. લગ્ન પછી મંગલકલશને ઉજ્જૈનના રસ્તે ચડાવી સુબુદ્ધિમંત્રી તેને પહેરાવેલો વરરાજાનો વેશ પાછો લઈ આવે છે અને પોતાના પુત્રને પહેરાવીને ગૈલોક્યસુંદરીના ખંડમાં મોકલે છે. (૨૩૭, ૨૩૮, ૨૭૦, ૨૭૧) પોતાની પાસે પતિને બદલે કોઈ કોઢીને આવેલો જોઈને રૈલોક્યસુંદરી ઘરની બહાર સખીઓ પાસે આવી ગઈ ત્યારે તેને જોઈને મંત્રીએ વિચાર્યું-“મારા પુત્રની અવગણના કરીને આ બહાર આવીને ઊભી છે! હવે તેની એવી હાલત કરું કે જેથી તે દુઃખી દુઃખી થઈ જાય.” આવું વિચારી અડધી રાતે જ તે રાજા પાસે ગયો. (૨૮૫થી ૨૮૭) અહીં મંત્રીના મનોભાવના વર્ણન દ્વારા
તેની દુષ્ટતા પ્રબલ દર્શાવી છે. ૭) બધા જ અપમાનિત કરીને તરછોડે છે તે પછી ત્રૈલોક્યસુંદરી શાંતિથી વિચાર કરે છે. ત્યારે
તેને સમજાય છે કે “આ મંત્રીનો પ્રપંચ છે.” (૩૩૪) ૮) સૈલોક્યસુંદરીએ પુરુષવેશ માંગ્યો ત્યારે રાજાએ સિંહ સામંતને તેનું કારણ પૂછ્યું. ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org