________________
42
રક કૃતિ દર્શના
કહેવાથી કુલદેવી મંગલકલશનું અપહરણ કરી મંત્રીના ઘરમાં લઈ આવી હતી. આ કપટ આચરણ બદલ રાજાએ સુબુદ્ધિમંત્રીને ચોરનો દંડ કર્યો, માથે મુંડન કરી મોટું કાળું કરી ગધેડા પર બેસાડી આખા નગરમાં ફેરવ્યો. (૨૩૩થી ૨૬૫)
(ગ) રાજા થયા પછી મંગલકલશે વિદ્યાધરને સાધીને (૧) રૂપ પરાવર્તની અને (૨) પડગંજની (?) એ બે વિદ્યાઓ મેળવી. (૨૭૧).
(ઘ) મંગલકલશ સિંહલદ્વીપ પર કુલપતિની પદ્મિની કન્યાના સ્વયંવરમાં જઈ તેને પરણી લાવ્યો. ત્યાં ઉજ્જૈનીના રાજા વેરીસિંહ સાથે વૈર બંધાયું. (૨૮૫થી ૨૯૨)
(૩) મંગલકલશના રાજ્યના સીમાડે સરોવરના કાંઠે કોઈ વિદ્યાધર આવીને બેઠો. ચોસઠ જોગીની અને બાવન વીર તેની સેવા કરતા હતા. મંગલકલશ પંખી બનીને ત્યાં ગયો અને ફરી મનુષ્યનું રૂપ કરી તેની સાથે યુદ્ધ કરી તેને વશ કર્યો. આ વાત વેરીસિંહ રાજાએ સાંભળી તે ઈર્ષાથી બળી ઊઠ્યો. મંગલકલશ સાથે યુદ્ધ કરવા આવ્યો, બન્ને વચ્ચે યુદ્ધ થયું. પોતાની હાર નજીક દેખાતા વૈરીસિંહ ઉજ્જૈની ભાગી ગયો. મંગલકલશે પાછળ જઈને ઉજેની પર ઘેરો ઘાલ્યો ત્યાં વેરીસિંહ મૃત્યુ પામ્યો. (૩૦૧થી ૩૩૩)
(ચ) વિજય મેળવી મંગલકલશ ચંપા નગરીએ પાછો ફર્યો. પોતાના મહેલમાં જઈને જોયું તો પોતાની બન્ને સ્ત્રીઓ સાથે એક-એક પુરુષ સુતો દેખાયો, ત્યારથી બન્ને સ્ત્રીઓ પ્રત્યે વિરક્ત થયો. (૩૩૯થી ૩૪૨) | (છ) થોડા સમય પછી કોઈ વિદ્યાધર મંગલકલશ વગેરેને જ્ઞાની મહાત્મા પાસે લઈ જાય છે. મંગલકલશે તેમને સ્ત્રીઓ સાથે સૂતેલા પુરુષ વિશે પૂછ્યું, જ્ઞાનીએ ઉત્તર આપ્યો કે વૈરીસિંહ રાજા મૃત્યુ પામી વ્યંતર થયો છે, તારી મારી સાથે કોઈ પુરુષ સૂતો છે એવું ભ્રામક રૂપ તેણે દેખાડ્યું છે. જ્ઞાનીની વાત સાંભળી વેરીસિંહ મંગલકલશના ચરણે પડ્યો, ત્યાર પછી
ફરી બન્ને નારી સાથે આનંદ પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. (૩૫૫થી ૩૬૦) ૭) મંગલકલશ રાજાએ એકલાએ દીક્ષા લીધી સંયમ પાળી મોક્ષે ગયા. (૩૯૦, ૩૯૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org