________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
ઘર જોઈ આવ્યા. (૨૩૯, ૨૪૦) ૮) સૈલોક્યસુંદરી પહેલા નગરના મહાજનને ભોજન કરાવ્યું. પછી બીજે દિવસે છાત્રોને ભોજન
માટે બોલાવ્યા. (૨૪૧, ૨૪૨) ૯) સુરસુંદર રાજા સંયમ પાળી દેવલોકે ગયા. (૨૭૪)
૭) જીવણમુલ કૃત મંગલકલશ ચોપાઈ દીલ્હી પર જ્યારે શાહજહાંનું શાસન હતું ત્યારે “અંબકા નગરમાં રહીને જીવણઋષિએ વિજયાદશમીના દિવસે ૨૧ ઢાળ, ૩૯૯ કડી પ્રમાણ પ્રસ્તુત ચોપાઈની રચના કરી છે.
જ કવિશ્રીએ પોતાના ગચ્છ વિષયક કોઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ પોતાની પરંપરા આ પ્રમાણે દર્શાવી છે. ગણી સિંહરાજજી-અમરમુનિ-ચતુરમુનિ તેમના શિષ્ય જીવણજી. આ નામો પરથી કવિશ્રી લોકાગચ્છના જણાય છે.
જ રાસની રચના સંવત્ “સત્તહસઈ અઠોતરઈ' આપી છે. મોહનલાલ દેસાઈએ તેના પરથી સંવત ૧૭૭૮ કહી છે. જ્યારે જે.ગુ.ક.ની બીજી આવૃત્તિમાં જયંતભાઈ કોઠારીએ એ રચના સંવત સુધારીને ૧૭૦૮ દર્શાવી છે. શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર - અમદાવાદમાં જીવણ ઋષિના શિષ્ય મુકુંદઋષિએ સંવત્ ૧૭૪૧માં લખેલી આ કૃતિની પ્રત છે. તે જોતાં સત્તહસઈ અઠોત્તરઈ એટલે ૧૭૦૮ જ યોગ્ય છે.
જ પ્રસ્તુત કૃતિને કવિશ્રીએ પોતે અને પુષ્યિકામાં તેમના શિષ્ય મુકુંદઋષિએ નવરસમય ચોપાઈ કહી છે.
નવલ રસની ચોપાઈ, ભણજો ચતુર સુજાણ;' પ ઇતિ નવરસ મંગલકલશ ચોપાઈ સંપૂર્ણ”
જો કે ત્રણ સ્થળોએ ઢાળના અંતમાં ‘ભાસ’ શબ્દ પ્રયોગ પણ કર્યો છે. ભણિ જીવનમુનિ રૂવડી હે, સાંજલિ દસમી ભાસિ.” [૨૦૨] ભાસ ઉનીસમી ઈમ ભણે રે લાલ.” [૩૬૪] ભાસેઈકવીસ સીહ કરુજી.... [૩૯૮] ‘ભાસ એ રાસ' જેવો પણ લઘુ કાવ્ય પ્રકાર છે. અહીં બીજી બધી ઢાળોને અંતે “ઢાળ” શબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org