________________
32
જે કૃતિ દર્શન શકે ત્યારે તે પાંચ વિટ પુરુષોમાંથી કામકૂર નામના ગર્વિષ્ઠ પુરુષે તેને ચૂકવવાનો નિર્ધાર કર્યો. કામકૂર શ્રીમતી પાસે ગયો. ભોગની પ્રાર્થના કરી. શ્રીમતીએ મક્કમતા પૂર્વક ખૂબ તર્જના કરીને તેને કાઢ્યો. ત્યાર બાદ મદનાએ પણ સોમચંદ્રની પરીક્ષા કરવાનું વિચાર્યું.
કુળવાન સ્ત્રીનો વેશ કરી ભોળવીને સોમચંદ્રને ઉદ્યાનમાં લઈ ગઈ અને ત્યાં ભોગની પ્રાર્થના કરી. સોમચંદ્ર શીલમાં અડગ રહ્યો ત્યારે મદનાએ કહ્યું “નહીં માનો તો સ્ત્રી હત્યાનું પાપ લાગશે” સંકટ જાણીને સોમચંદ્ર પોતાનું મસ્તક છેદવા જાય છે ત્યારે મદના તેને અટકાવે છે અને કહે છે “હું માત્ર પરીક્ષા કરવા જ આવી હતી. આ રીતે બન્નેએ શીલપાલન કર્યું. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા.
(૩૦૩થી ૩૧૭) ૧૩) આ પૂર્વભવનો વૃત્તાંત ગુરુમુખે સાંભળીને મંગલકલશ અને રૈલોક્યસુંદરીને જાતિ-સ્મરણ જ્ઞાન
થયું. ચારિત્ર ગ્રહણ કર્યું. કાળધર્મ પામી દેવલોકે ગયા. ત્યાંથી મનુષ્યનો ભવ-દેવનો ભવ-ફરી મનુષ્યનો ભવ પામશે અને ત્યાંથી મોક્ષે જશે. આ રીતે સાત ભવ દર્શાવ્યા છે. (૩૨૧થી ૩૨૫)
૬) પ્રેમમૂળ કૃત મંગલકલશ રાસ વિક્રમીય સંવત ૧૬૯૨, આસો વદ-૭ના દિવસે પ્રેમમુનિએ પ્રસ્તુત રાસ ૨૭ ઢાલ૩૨૩ કડીમાં રચ્યો છે. પ્રાયઃ દરેક ઢાળની દેશીઓ સાથે તેના શાસ્ત્રીય રાગોનો પણ નામોલ્લેખ કવિશ્રીએ કરેલો છે.
જ લોકાગચ્છના રુપજી (સં ૧૫૪૩થી ૧૫૮૫) > જીવજી > (વડા) વરસિંગજી > (લઘુ) વરસિંગજી > જસવંતજીના શિષ્ય રૂપસિંહજી (સં. ૧૯૫૮થી ૧૬૯૭) ગચ્છપતિ હતા ત્યારે તેમના ગુરુભાઈ શ્રીપૂજ્યજી > ગણેશજીના શિષ્ય પ્રેમમુનિ પ્રસ્તુત રાસના કર્તા છે. તેમણે સં. ૧૬૯૧માં દ્રૌપદી રાસ” પણ રચ્યો છે.
જ મુખ્યતાએ કથા વસ્તુને લક્ષ્યમાં રાખીને રચાયેલી આ રચનાને ઉપમા-ઉન્મેલા-રૂપકનિદર્શન-વ્યતિરેક આદિ અલંકારોએ વધુ રસિક બનાવી છે.
૧. જેમનાથી “પાટણ ગચ્છ” શરૂ થયો. જે પછીથી “ગુજરાતી લોકાગચ્છ' કહેવાયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org