________________
શ્રી મંગલકલશ રાસમાલાયક
(૮) પૂર્ણિમા ગચ્છની ભીમપલ્લી શાખાના ધર્મઘોષસૂરિજી > સુમતિભદ્રસૂરિજી > જયચંદ્રસૂરિજીના શિષ્ય ભાવચંદ્રસૂરિજીએ વિ.સં ૧૩૩૫માં સંસ્કૃત ભાષામાં ગદ્યબદ્ધ શ્રી શાન્તિનાથ ચરિત્ર (પ્રસ્તાવ-૬, ગ્રંથાગ્ર-૭૦૦૦) રચ્યું છે. તેના પ્રથમ પ્રસ્તાવમાં શરૂઆતમાં જ પ્રસ્તુત કથા છે. જે શ્રીષેણ રાજાને અપાયેલી વિમલબોધસૂરિજીની દેશના સ્વરૂપે છે.
(૯) તપાગચ્છીય શ્રી વિજયઋદ્ધિસૂરિજી (વિ.સં. ૧૭૨૭થી ૧૮૦૬) > સૌભાગ્યસૂરિજી (સ્વર્ગવાસ - ૧૮૧૪)ના શિષ્ય વિજયલક્ષ્મી સૂરિજીએ વિ.સં. ૧૮૪૩માં ગદ્યબદ્ધ સંસ્કૃત ભાષામાં ઉપદેશ પ્રસાદ (સ્તંભ-૨૪, વ્યાખ્યાન-૩૬૧)ની રચના કરી છે. તેના ૩૫૬માં વ્યાખ્યાન સ્વરૂપે આ મંગલકલશ કથા ગૂંથવામાં આવી છે.
(૧૦) અજ્ઞાત કર્તૃક સંસ્કૃત ભાષામાં ૧૬૭ શ્લોક બદ્ધ મંગલકલશ કથા પ્રાપ્ત થાય છે. (૧૧) હંસચંદ્રજીના શિષ્ય વિરચિત સંસ્કૃત ગદ્યમય મંગલકલશ કથા પણ પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત ક્રમાંક ૫,૧૦ અને ૧૧ ની કૃતિઓ અદ્યાવધિ અપ્રકાશિત છે. જેનું પ્રથમ પ્રકાશન આ સાથે જ “મંગલકલશચરિત્રમાલા' માં થઈ રહ્યું છે. ક્રમાંક ૧૦ અને ૧૧ આ બે કૃતિઓની હસ્તપ્રતનું લેખન ૧૬ મી સદી પૂર્વેનું જણાય છે. છતાં રચના કે લેખન વિષયક કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થયા ન હોવાના કારણે અહીં તેને ૧૦ અને ૧૧માં ક્રમમાં રાખેલ છે.
આ સિવાય ઉદયધર્મ ગણિ કૃત (૨. સં. ૧૫૨૫) મંગલકલશ કથાનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
નરસિંહો ના
નુખ
૨. લક્ષ્મીજી
૧. કથાની આદિઃ ઉન્નન્યિાં બાપુ સૈFિigો ના
અંત : મનુનત્યંપ્રાપ્ય તૃતીયે બવે તૌ દ્રાવ મોક્ષપદંપ્રાપતુઃ | લક્ષ્મી સૂરિજીનો જન્મ મારવાડમાં આબુ પાસેના પારડી ગામમાં પોરવાડ વણિક જ્ઞાતીય હેમરાજભાઈ અને આનંદીબાઈનાં ઘરે સં. ૧૭૯૭ ચે. સુ. ૫ ને દિવસે થયો હતો. તેમનું નામ સુરચંદ હતું. સં. ૧૮૧૪ મહા સુદ ૫ ના શુભ દિવસે વિજય સૌભાગ્યસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી “સૂવિધિવિજય’ બન્યા. તે જ વર્ષે ચૈત્ર સુદ-૯ના આચાર્ય બન્યા. સં. ૧૮૬૯માં પાલીમાં કાળધર્મ પામ્યા. તેમની ઉપદેશ પ્રસાદ સિવાય પ્રાયઃ બધી જ રચનાઓ ગુર્જર ભાષામાં છે. તેમણે રચેલા જ્ઞાનપંચમીના
દેવવંદન ખૂબ જ લોકપ્રચલિત છે. ૩. કથાની આદિઃ જૈન સમારીષ્ય, મૂત્વા વિખવાનનન પ્રાપ્તાઃ સિદ્ધિારવું છે તે, ધ્યા માનjન્મવત્ II
अंत :क्रमेणाव्ययमजरमभयं समस्तात्मसंपत्त्याविर्भावसुखं मोक्षपदं प्रापतुः ।
૪. જૂઓ જે. સા બૃ.ઈ. ૬/૩૨૫, એજન-પૃ. ૨૯૯ આની હસ્તપ્રત પૂના- ભાંડારકર ઈન્સ્ટીટ્યુટમાં હોવાનો ઉલ્લેખ છે, પરંતુ
હાલમાં ત્યાં તે પ્રત પ્રાપ્ત નથી.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org