Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી મંગલકલશ રાસમાલા એક જ અહીં પ્રકાશિત થતી રાસમલામાં ગૂંથાયેલ “મંગલકલશ' નામના નાયકનું જીવન ચરિત્ર ચમત્કારિક છે. તેમાં મુખ્યત્વે દાનધર્મનો મહિમા ગવાયો છે. જ “મંગલકલશ કથા ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રાસ/ચોપાઈ/ફાગ તરીકે અને સંસ્કૃત ભાષામાં સ્વતંત્ર કૃતિ તથા અન્ય ગ્રંથોમાં અવાંતર કથા તરીકે પ્રાપ્ત થાય છે. જો કે ગુર્જર રચનાકારોએ કોઈ ને કોઈ પ્રાકૃત કે સંસ્કૃત ભાષાની કથાને આદર્શ બનાવી રાસ રચના કરી હોય છે. સૌ પ્રથમ આપણે પ્રાપ્ત સંદર્ભોને અનુસારે પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં ગ્રથિત મંગલકલશ કથાઓનો રચના-ક્રમે પરિચય જોઈએ. (૧) પૂર્ણતલ ગચ્છીય દેવચન્દ્રસૂરિજી (જેઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના ગુરુ હતા) એ વિ. સં. ૧૧૬૦ માં “સંતિના ચરિય” (ગ્રંથાગ – ૧૨૦૦૦) ની રચના કરી છે. ગદ્ય-પદ્યમય પ્રાકૃત ભાષામાં (વચ્ચે-વચ્ચે અપભ્રંશનો પણ પ્રયોગ છે.) રચાયેલા આ ચરિત્રના પ્રથમ સર્ગના ૨૧૧૦ થી ૬૨૩ પદ્યમાં આ મંગલકલશ કથા છે. જે મંગલકલશ કથા પરની પ્રથમ રચના હોવાની સાથે પ્રાકૃત ભાષામાં એક માત્ર રચના છે. અલંકાર પ્રચૂર પ્રાસાદિક ભાષામાં કથા સંરચના સુંદર થયેલી છે. (૨) રાજ ગચ્છીય તાર્કિક શિરોમણિ શ્રી નેમિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી માણિજ્યચંદ્રસૂરિજીએ વિ.સં. ૧૨૭૬માં કે તેના પૂર્વે) શ્રી શાન્તિનાથ ચરિત્ર મહાકાવ્ય (સર્ગ-૮, શ્લોક-પપ૭૪) ની રચના કરી છે. સરળ અને પ્રાસાદિક સંસ્કૃત ભાષામાં રચાયેલ આ મહાકાવ્યના ૫૯૪ શ્લોક પ્રમાણ પ્રથમ સર્ગમાં શ્લોક ૧૪૭ થી પ૩૯ સુધી આ મંગલકલશ કથા છે. જે શ્રી અમિતયશ નામના તીર્થકરની દેશના રૂપે છે. (૩) બૃહદ્ (=વડ) ગચ્છીય સૈદ્ધાત્તિક શ્રી મુનિચંદ્રસૂરિજી > શ્રી રત્નસિંહસૂરિજીના શિષ્ય શ્રી વિનયચંદ્રસૂરિજીએ વિક્રમની ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં શ્રી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર (સર્ગ-૮, ગ્રંથાગ્ર-૪૫૫૨)ની રચના કરી છે. ૧. પૂ. દેવચન્દ્રસૂરિજીએ મૂલશુદ્ધિ પ્રકરણ-ટીકા પણ રચી છે. કથાની આદિ : ઇત્યેવ બંધુતીવનિ, માહગ્નિવિ Mયરી મોન્સાઈ, માસી માલિસિરો मंत : इय सुणिय असेसं मज्झ एत्थोवएस, विविहफलसमेयं, धम्ममाहप्पमेयं। सिरिजिणवरदिटुं धम्मकम्मं विसिटुं कुणह सिवसुहाणं जं पहाणं निहाणं ।। માણિક્યચંદ્રસૂરિજીની મમ્મટ કૃત કાવ્ય પ્રકાશ” પર “સંકેત’ નામની અત્યંત પ્રમાણભૂત પ્રથમ ટીકા (ર.સં. ૧૨૬૬) છે. પાર્શ્વનાથ ચરિત્ર (૨.સં. ૧૨૭૬, ગ્રંથાગ્ર-પ૨૭૮) મહામાત્ય વસ્તુપાલના તથા ઘર્કટ વંશના મંત્રી યશોવરના પ્રશંસાકાવ્યો વગેરે ગ્રંથરત્નોની પણ તેમણે રચના કરી છે. ૪. કથાની આદિ : અવનવુદ્ધીપારણ્ય - દ્વીપસ્ય મુરમચ્છનેક્ષ ભરતાડૅડત્તિ સેશોડવન્ચારયા ક્ષિતી II मंत : ततश्च्युतौ नरीभूय यास्यतौ सुरालयम् । भूयोऽपि मानवीभूय यास्यतस्तौ शिवालयम् ।। જીએ પાર્શ્વનાથ ચરિત્ર (વિ.સં. ૧૨૮૫) મલ્લિનાથ ચરિત્ર (વિ.સં. ૧૨૮૬), કવિશિક્ષા (આની રચના બપ્પભટ્ટસૂરિજીની કવિશિક્ષા પરથી થઈ છે.) કલ્પદુર્ગપદ નિરક્ત (વિ.સં. ૧૩૨૫), દીપાલિકા કલ્પ (વિ. સં. ૧૩૪૫), નેમિનાથ ચોપાઈ, આનંદસંધિ, ઉપદેશમાલા કથાનક છપ્પય આદિ કૃતિઓની રચના કરી છે. 5 Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 842