Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદક્કીય સમગ્ર ધર્મ-પ્રકારોનું આદિબિંદુ શોધવું હોય તો કદાચ આપણે “દાનધર્મ પર દ્રષ્ટિ સ્થિર કરી શકીએ. જે ધર્મના પ્રભાવે ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ પરમ’નો યાત્રારંભ કર્યો. જે ધર્મના પ્રભાવે ચંદનબાળા ચરમ તીર્થપતિના પ્રથમ સાધ્વીજી બન્યા. જે ધર્મના પ્રભાવે મેઘરથ મહારાજાને તીર્થકરત્વની પ્રાપ્તિ થઈ. જે ધર્મના પ્રભાવે જગડુશા કે ભામાશા જેવા કેટકેટલાય નામો અમરત્વનું વરદાન પામી ગયા. આ અવસર્પિણી કાળમાં આ ધર્મગંગાનું ઉદ્ગમ સ્થાન-હસ્તિનાપુર નગરીના મહેલમાં શ્રી આદિનાથ પ્રભુ સન્મુખ ઊભા રહેલા શ્રેયાંસકુમારના કરકમલોમાં શોભાયમાન કળશમાંથી વહેતી ઈશુરસ-ધારા છે. જગજયવંત આ દાનધર્મના પ્રભાવનો ભાવ આપણા જેવા બાળજીવોના હૃદયાંગણમાં રોપાય, એ બીજમાંથી ધર્મકલ્પતરુ ઉગી નીકળે. તેના શિવફળોનો સુમધુર રસાસ્વાદ આપણે કરી શકીએ એ માટે મંગલકલશની રોમાંચક કથાનો આશ્રય મહાપુરુષોએ આપણને આપ્યો છે. શ્રી શાંતિનાથચરિત્ર વગેરેમાં સંસ્કૃત ભાષામાં ગુંથાયેલી આ કથા ૧૭-૧૭ જેટલા ગુર્જર કવિઓના હાથે પણ ઉતરી છે. તેમાંથી અહીં ૧૨ ગુર્જર કવિઓની કાવ્યપ્રસાદીનું પ્રકાશન થઈ રહ્યું છે. સચ્ચરિત્રચૂડામણિ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણના ૫૦માં વર્ષ નિમિત્તે તેઓશ્રીના પરમ પુનિત ચરણ-કમલમાં કાંઈક સમર્પણ કરવાની ભાવના પ્રગટી. ગુરુસ્મૃતિની ઉજવણી ઉત્સવો દ્વારા થાય છે. આપણે પણ જ્ઞાનોત્સવની ભાવાંજલિ દાદાના ચરણે અર્પણ કરીએ તો કદાચ એ સાચું સમર્પણ ગણાશે. એવી ભાવનાની ફલશ્રુતિરૂપે આ ગ્રંથમાલાના તૃતીય મણકા સ્વરૂપે આ “મંગલકલશરાસમાલા” નું પ્રકાશન થઈ રહ્યું છે. ભાવનાનાં પ્રગટીકરણથી પ્રસ્તુત પ્રકાશન સુધી સતત “દાદા'ની અવિરત વરસતી કૃપાનો અનુભવ થતો જ રહ્યો છે. ભદ્રમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા અધ્યાત્મયોગીરાજ પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આશિષ પણ નિરંતર વર્ષી રહ્યાં છે. વર્તમાન ગચ્છનાયક, મધુરભાષી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા ગચ્છહિતચિંતક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ના આશિષ અને અનુજ્ઞાપૂર્વક પ્રસ્તુત સંપાદન થઈ રહ્યું છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 842