________________
સતાવી શકે છે કે દુઃખી બનાવી શકે? દુઃખી તો એ જ બનશે જેની અંદર પ્રકાશ નથી. ભીતર પ્રકાશ નથી તો એક કડવો શબ્દ સાંભળશે કે પારો ઉપર ચઢી જશે. એકમાત્ર કારણ એ છે કે ભીતર પ્રકાશ નથી.
આપણે નિષ્કર્ષ કાઢીએ કે વીતરાગ તો સુખી હોય જ છે, કારણ કે તે અંદરથી પ્રકાશમાન છે, એક જ્યોતિ તેની અંદર ઝળહળે છે. મોહવિલીન થઈ ચૂક્યો છે. અજ્ઞાન માટે કે જ્ઞાનની જયોતિ પ્રકાશિત થાય છે. બીજી જ્યોતિ છે મોહનો વિલય. વાસ્તવમાં મોહ ચેતનાને મૂચ્છિત કરે છે, ચેતનાને વિકૃત બનાવે છે. મોહના વિલયથી સુખનો બોધ થાય છે, આનંદનો અનુભવ થાય છે. તીવ્ર મોહ દુઃખકારક છે અને મોહવિલય આનંદદાતા છે. મોહની મંદતા જરૂરી છે. મુશ્કેલી એ છે કે મોહને મંદ કરી ભીતર ઝળહળાટ કરવાનું માણસ જાણતો નથી.
એક ગામ હતું, ત્યાં દિવસે પણ અંધકાર રહેતો હતો. દુનિયામાં એન્ટાર્કટિકા ઉત્તર ધ્રુવ પ્રદેશમાં છ માસનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે. આ ગામ કોઈ પર્વતની તળેટીમાં હશે.
આ ગામમાં પણ દિવસે અંધકાર વ્યાપી જતો. આદિવાસીઓની વસાહતોમાં ફાનસ કે મીણબત્તી હોતી નથી. તેઓ રાત્રે અગ્નિ પ્રજવલિત કરે છે, પણ એમની ઝૂંપડીઓ મોટે ભાગે અંધકારમાં જ ડૂબેલી રહે છે. એમને તો કેરોસીન પણ દુર્લભ. વીજળીના પ્રકાશની તો કલ્પના જ ન કરી શકે. દિવસે પણ સૂર્યનો જેટલો પ્રકાશ મળી જાય એ પર્યાપ્ત. એ ગામના લોકો રાત્રે ખૂબ ગભરાઈ જતા. અંધકારને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. એવામાં એક તુક્કા લગાડનાર માણસે નવતર ઉપાય બતાવ્યો. સમાજમાં અમુક માણસો આવા તુક્કા લગાડનારા હોય છે જેઓ જાણતા કશું હોતા નથી પણ તુક્કા લગાડવામાં ઉસ્તાદ હોય છે, તરત અગ્રેસર થઈ જાય છે અને હાસ્યાસ્પદ હલ શોધી કાઢે છે. ઊંડાણપૂર્વક ચિંતન કર્યા વગર પોતાની જાતને જાણકાર સિદ્ધ કરવા કોઈ પણ તુક્કો કે ઉપાય વિચારી કાઢે અને અજમાવે છે.
આનંદો મે વર્ષતિષતિ
હ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org