Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ ‘કેમ એટલે શું ? તમે ત્રણેય નવાબજાદા, શાહજાદા અને મીરજાદા છો તો હું હરામજાદો છું. હરામજાદો ખાય છે, ખવડાવતો નથી. પીએ છે, પીવરાવતો નથી.' આટલું કહીને મુલ્લા પોતાના રસ્તે આગળ વધ્યા. કામ ન કરવું એ પણ હરામખોરી છે. બેઠાં બેઠાં ખાવું એ હરામખોરી છે. આ નિષ્ક્રિયતા છે. આળસ, અકર્મણ્યતા જેવી સમસ્યાઓ પર ચિંતન આવશ્યક છે. આચાર્ય તુલસીનું મોટું યોગદાન એ રહ્યું કે એમણે યુગ-સમસ્યા સંદર્ભે સર્વથા નવીન દર્શન આપ્યું. અણુવ્રત રૂપે એ દર્શન લોકમાનસમાં પોતાની છાપ છોડવામાં સમર્થ રહ્યું. મને યાદ છે દિલ્હીમાં પ્રથમ અણુવ્રત્ત અધિવેશનમાં રાજેન્દ્રબાબુએ આચાર્યશ્રીને કહ્યું, ‘આચાર્યશ્રી ! અગર આપ મને અણુવ્રતના સંદર્ભમાં કોઈ પદ આપવા ઇચ્છો તો હું ‘અણુવ્રત સમર્થક'નું પદ લેવા ઇચ્છીશ.’ આચાર્યશ્રીએ કહ્યું, ‘રાજેન્દ્રબાબુ ! અમે આપને ‘અણુવ્રતી'નું પદ આપવાનું ઇચ્છીએ. ભારતનો પ્રથમ નાગરિક અણુવ્રતી હોય તો રાષ્ટ્રના નાગરિકો પર આ વાતની બહુ મોટી અસર પડે.’ આજે નૈતિક મૂલ્યો પ્રત્યે માણસને કોઈ આસ્થા રહી નથી. બીજી વાત એ છે કે સંગ્રહાખોરી પ્રત્યે માણસનું આકર્ષણ વધતું જાય છે. આ સંદર્ભે હું કહીશ કે અર્થશાસ્ત્ર મારો પ્રિય વિષય છે. દર્શનશાસ્ત્ર પછી હું અર્થશાસ્રને મહત્ત્વ આપું છું. ધનને કોઈ પણ રીતે અનિષ્ટ ગણી શકાય નહિ. ધન વગર આજે માણસના જીવનની કલ્પના પણ થઈ શકે નહિ પણ આ ધનથી સંગ્રહની ભાવના જન્મે છે. જીવનની આવશ્યકતાને ધ્યાનમાં રાખી કીડીથી લઈને મોટા જીવો સુધી સર્વ જીવન ચલાવવા કાંઈ ને કાંઈ સંગ્રહ કરે છે પણ માનવ પોતાની આવશ્યકતાથી અધિક સંગ્રહ કરે છે. આ સંગ્રહનો જાણે નશો હોય છે. એક વખત સંગ્રહની લત લાગી ગઈ કે પછી એ નિરંતર વધતી જાય છે. બહુ એકઠું કર્યા પછી પણ માણસ દરેક વખતે ઓછપ અનુભવે છે. વધુ ને વધુ ધન મેળવવાની લાલસા તીવ્ર થતી જાય છે. ગમે તેટલું ધન હોય પણ ઓછું જ લાગ્યા કરે છે. એક પછી એક શૂન્ય ઉમેરતા જાવ પણ ઇચ્છા પૂરી થતી નથી. આચાર્ય તુલસીનું સ્મરણ Jain Education International For Private & Personal Use Only ૧૬૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198