Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 196
________________ માનતા નથી કે હું એમ માનતો પણ નથી. ધન અનિષ્ટ નથી. ધનનો ઉપયોગ કઈ રીતે થાય એ એક પ્રશ્ન છે. પણ પૈસાની શક્તિને અવગણી શકાય નહિ. સહુએ એટલું તો સ્વીકારવું જોઈએ કે પૈસા વગર જીવનયાત્રા યોગ્ય રીતે ચલાવી શકાય નહિ એટલે સુખી જીવનનું એક લક્ષણ સંપત્તિ છે. સુખી જીવનનું છઠું લક્ષણ છે કાર્યની સફળતા. માણસ પોતાના દરેક કાર્યમાં સફળ થવા ઈચ્છે છે. થાય છે કે નહિ એ અલગ વાત છે. દરેક માણસની અભીપ્સા એવી જ હોય છે કે એ પોતાના દરેક કાર્યમાં સફળ થાય. અમારી પાસે ઘણા લોકો આવે છે અને કહે છે, મેં આ કામ શરૂ કર્યું છે, આપ આશીર્વાદ આપો કે હું સફળ બનું. સફળતા બહુ મોટી વાત છે. માણસ કામ ન કરે અને સફળ ન બને તો તે ચિંતા, નિરાશાથી ઘેરાઈ જાય છે. સુખી જીવનનું કારણ છે સફળતા. મેં પ્રત્યક્ષ જોયું - આચાર્ય તુલસીએ જે કામ શરૂ કર્યા. તેમાં તેઓ પૂરા સફળ થયા. આ સફળતા બાબતે તેમના મનમાં સંતોષ પણ હતો. એમનું લોકજીવનમાં જે મહત્ત્વ વધ્યું, એમાં એમની સફળતા પણ એક મોટું કારણ રહી. એમણે સાધુ-સાધ્વીઓના અધ્યયન અને વિકાસનું સપનું જોયું અને પોતાના જીવનમાં પૂરું થતું જોયું. હમણાં આપે વિજ્ઞપ્તિમાં જોયું હશે કે ગુરુદેવે ચાલીસ વર્ષ પહેલાં શું લખ્યું. તેઓ લખે છે, “અત્યારે સ્થિતિ એવી છે કે આપણી પાસે એક પણ સાધુ-સાધ્વી એવાં નથી, જે વિદ્વાનોની વચ્ચે જઈને પ્રવચન કે ભાષણ આપી શકે. જે આજના પ્રબુદ્ધ માણસને સમજાવી શકે. કોઈ મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં જઈને પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરી શકે.' - આ એમના મનની વ્યથા હતી. આ દિશામાં એમણે સંકલ્પપૂર્વક પ્રયાસ શરૂ કર્યો અને બે દાયકામાં એવી સ્થિતિ થઈ કે સંઘના સાધુ-સાધ્વીઓ વિદ્વત્નોષ્ઠિઓમાં નેતૃત્વ કરવા લાગ્યા. મોટી સભાઓમાં, સેમિનારોમાં વિદ્વાનો આ સાધુ-સાધ્વીઓને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આચાર્યશ્રી મોટે ભાગે કહેતા કે એક સમય હતો જયારે હિન્દીમાં આપણું કોઈ સાહિત્ય ન હતું. કોઈ આવતું અને પૂછતું કે કયું પુસ્તક વાંચું તો જણાવવામાં મુશ્કેલી થતી. આજે સ્થિતિ એ છે કયાં-ક્યાં પુસ્તકો વાંચુ? સુખાયુનાં લક્ષણ ૧૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198