Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 194
________________ જેની પાસે પાંચ ઇન્દ્રિય છે અને મન છે, એ દુઃખી નહિ થવા ઇચ્છે. ઉપનિષદનું એક વાક્ય છે - જેની પાસે દસ આંગળીઓ છે એ દરિદ્ર ન હોઈ શકે. આ વાક્યને આપણે એમ પણ કહી શકીએ કે જે વ્યક્તિ પાસે પાંચ ઇન્દ્રિય અને મન છે એ માણસ દુ:ખી જીવન જીવનાર ન હોઈ શકે. સંસારની સહુથી મોટી સંપત્તિ તેને પ્રાપ્ત છે અને બીજી સંપત્તિઓનો ભરોસો તો પછીની વાત છે. ઇન્દ્રિયોની અને મનની સંપત્તિ મૂળ સંપત્તિ છે. એક માણસનો બહુ મોટો પરિવાર હતો. અચાનક એ માણસ નેત્રહીન થયો. લોકોએ એને કહ્યું, ‘કોઈ આંખના નિષ્ણાતને બતાવો તો આંખ ઠીક થઈ જશે.’ એણે કહ્યું, ‘શી જરૂર છે? છ યુવાન પુત્રો અને પાંચ પૌત્રો હોવા છતાં મારે આંખની શી જરૂર?' ભાગ્યનો ખેલ, અમુક દિવસ પછી પેરેલિસિસના કારણે એના પગ પણ અશક્ત થઈ ગયા. લોકોએ કહ્યું, ‘હજી પ્રારંભિક અવસ્થા છે. દવા અને યથેષ્ટ ઇલાજથી ઠીક થઈ શકે છે.’ એણે કહ્યું, ‘આટલા પુત્રો છે તો મને શી ચિંતા. આ બધા હાથ-પગ તો છે.’ એક દિવસ અચાનક ઘરમાં આગ લાગી ગઈ. ઘરના બધા સભ્યો જરૂરી સામાન લઈને બહાર ગયા. ઘરનો મુખ્ય માણસ અંધ અને અપાહિજ હોવાના કારણે તે આગમાં ભસ્મ થઈ ગયો. દીકરાઓ ખરા ટાણે કામ ન આવ્યા. ઇન્દ્રિયોની સંપત્તિમાં આંખની સંપત્તિ સહુથી મોટી સંપત્તિ છે. આંખના અભાવે માણસ પૂરેપૂરો અસહાય થઈ જાય છે. સુખાયુનું એક મોટું કારણ છે ઇન્દ્રિયોની સંપન્નતા કે પરિપૂર્ણતા. સુખાયુનું એક પાંચમું લક્ષણ છે સંપત્તિ. જેની પાસે ધન છે એનું જીવન સુખી છે. આપણે ધાર્મિક લોકો પણ આ સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધન સુખનું સાધન છે. જેની પાસે ધન નથી, એને રોટી પણ સુલભ નથી. આ સુખાયુનાં લક્ષણ Jain Education International For Private & Personal Use Only ૧૯૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198