Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 192
________________ અનુભવ કરે છે. જેને કોઈ રોગ થાય છે, એ જ જાણી શકે છે કે એ કેટલું ત્રાસદાયક હોય છે. રોગના કારણે રોગીની આકૃતિ અને પ્રકૃતિ બંને બદલાઈ જાય છે. બીજાને પણ એનો આભાસ થાય છે કે પેલો માણસ રોગી છે, પીડિત છે. સુખાયુનું જે પ્રથમ લક્ષણ બતાવવામાં આવે છે, એ છે પૂર્ણ આરોગ્યની અવસ્થા શારીરિક અને માનસિક રોગોથી મુક્ત થવું, ઉદાસી, બેચેની, અવસાદ, ચિંતા – આ સર્વ માનસિક રોગ છે. શરીર અને મનથી પૂર્ણપણે સ્વસ્થ હોવું સુખાયુનું પ્રથમ લક્ષણ છે. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાંની વાત છે. આચાર્ય તુલસી મુંબઈની યાત્રા કરી રહ્યા હતા. ચૂરુના સાગરમલજી વૈદ સપરિવાર મુંબઈમાં રહેતા હતા. એ સમયે એમનું આયુષ્ય એંસી વર્ષનું હતું. શરીર અને મન પૂરા સ્વસ્થ હતાં. ધનાઢ્ય વ્યક્તિ હતા. તેઓ કહેતા કે માથાનો દુખાવો એટલે શું મને ખબર નથી. પોતે ધનાઢ્ય હોવા છતાં સ્વસ્થ હતા, તનાવનું નામોનિશાન ન હતું. નહિતર ધન આવે એટલે રોગ લઈને જ આવે. માણસ માથાના દુખાવાનો ભોગ બને પણ સાગરમલજી સ્વસ્થ હતા. સાગરમલજી, માથાનો દુખાવો, તાવ, ઉધરસ જેવા સામાન્ય રોગોથી પણ મુક્ત હતા. સુખાયુનું બીજું લક્ષણ છે યૌવન. યૌવનનો સંબંધ અવસ્થાની સાથોસાથ મનની સાથે પણ છે. જે વ્યક્તિમાં ઉત્સાહ છે, સ્ફૂર્તિ છે, એ સાઠ વર્ષનો હોવા છતાં યુવાન છે. અમુક લોકો નાની ઉંમરમાં પણ વૃદ્ધત્વનો અનુભવ કરવા લાગે છે. જીવનની પરેશાનીઓ અને અભાવ એમને નાની વયમાં જ કમજોર બનાવી દીધા છે. એ બિલકુલ સાચી વાત છે કે માનસિક રૂપે માણસ થોડો કમજોર થાય કે તેને જાતજાતની બીમારીઓ ઘેરી વળે છે. જે અલ્પ આયુમાં જ બુઢાપાનો અનુભવ કરે છે એનું જીવન સુખાયુ ન હોઈ શકે. સુખાયુનું ત્રીજું લક્ષણ છે કાર્ય સામર્થ્ય. જેનામાં કામ કરવાની ક્ષમતા છે, એ સુખાયુ છે. કામ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી અને દીર્ઘકાળ સુધી ટકાવી રાખવી મુશ્કેલ છે. થોડી સમસ્યા કે વિપરીત પરિસ્થિતિ આવે કે માણસ હિંમત ગુમાવી દે છે. સ્પષ્ટ કહી દે છે કે હું આ કામ કરી શકું નહિ. એકદમ અસમર્થતા સુખાયુનાં લક્ષણ Jain Education International For Private & Personal Use Only ૧૯૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198