Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ ગામમાં તોફાન નહિ થાય. અમને અમારી ભૂલનો અહેસાસ થયો છે. તોફાનોથી દરેક રીતે અમારું નુકસાન થાય છે. અમે આપસમાં શાંતિથી રહેવા ઇચ્છીએ છીએ. અમારા ગામમાં જ નહિ, આસપાસના ગામમાં પણ અમે તોફાન થવા નહિ દઈએ.’ સાંપ્રદાયિક ઉન્માદનું શમન કરવાનો એકમાત્ર ઉપાય છે, પરસ્પર વિશ્વાસનું વાતાવરણ. સાંપ્રદાયિક તનાવ થવાનું કારણ છે અવિશ્વાસ, શંકા, અસલામતિની ભાવના, પરસ્પર વિશ્વાસ અને સંવાદનો અભાવ. અમને વારંવાર ગુજરાત અને મહારાષ્ટ્રનાં એ દૃશ્યો યાદ આવે છે જ્યારે તનાવની સ્થિતિમાં પણ સેંકડો મુસલમાન બંધુઓ અમારી યાત્રામાં આગળ આગળ ચાલતા હતા. જોડાઈ જતા હતા. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ મને કહ્યું, ‘આ આશ્ચર્યજનક વાત છે. સામાન્ય છાપ એવી છે કે મુસ્લિમ સમાજ મઝહબની બાબતમાં ખૂબ કટ્ટર ગણાય છે. આ લોકો આસાનીથી કોઈની સાથે ભળતા નથી પણ આપની પાસે મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ આવે છે.’ મેં કહ્યું, ‘આપ કદાચ પહેલી વખત જોઈ રહ્યા છો. અગર આપના મનમાં અહિંસાની ભાવના છે અને આપ હિંસાનાં કારણો સમજવાનો પ્રયત્ન કરી તેને દૂર કરવાની ઇચ્છા રાખશો તો કોઈ કોમ આપનાથી દૂર નહિ ભાગે. સહુ આપની પાસે આવશે. કોઈ પણ કોમ પોતાને અન્યથી દૂર રાખે તો એનાં કારણો હોય છે. કુછ તો સમજબૂરિયાં રહી હોગી યૂં હી કોઈ બેવફા નહીં હોતા દરેક માણસનો એ ધર્મ છે કે સહુને સાથે લઈને ચાલે. અમારો વિશ્વાસ જ સૌહાર્દમાં છે, સમન્વયમાં છે. અમે ગુજરાતની યાત્રા શરૂ કરી ત્યારે પ્રારંભથી જ પડકારની સ્થિતિ હતી. ગુજરાતની સરહદે પહોંચ્યા કે સાંપ્રદાયિક આગ ભડકી-ઊઠી હતી. સમાજના લોકો અને અન્ય સહુએ મારી સમક્ષ એક જ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે યાત્રા આગળ વધારવી કે અટકી જવું ? સૂચન તો યાત્રા સ્થગિત કરવાનું જ મળ્યું પણ મારા મનમાં એક ક્ષણ માટે પણ યાત્રા સ્થગિત કરવાનો દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ Jain Education International For Private & Personal Use Only ૧૭૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198