Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 187
________________ હતા એમની હત્યાનો અર્થ છે સમસ્ત પ્રાણીજગતની હત્યા કરવી.’ આપણે આ સંદર્ભમાં આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહિંસાનું પાલન કરનાર સહુનું કલ્યાણ કરે છે અને કુશળતા ઇચ્છે છે, એટલે અહિંસાધર્મ છે. અહિંસા ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. સંયમ દ્વારા ઘણી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. જે સમસ્યા પદાર્થથી ઉકલતી નથી, એને સંયમથી ઉકેલી શકાય છે. ગુરુના બે શિષ્ય હતા. એક દિવસ કોઈ વસ્તુ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. ગુરુએ આ ઝઘડો જોયો. બંને શિષ્યો ગુરુને પ્રિય હતા. વસ્તુ કોને આપવી અને કોને ન આપવી ? આખરે ગુરુએ બંનેને શાંત કર્યા અને કહ્યું, ‘આવતીકાલે આના વિષે નિર્ણય લઈશું.' રાત્રે ગુરુએ બંનેને સંયમનો પાઠ ભણાવ્યો. રાત વીતી. સવાર પડી. ગુરુએ કહ્યું, ‘બોલો ! તમારામાંથી આ વસ્તુ કોને જોઈએ છે ?’ એક શિષ્યએ કહ્યું, ‘ગુરુદેવ ! આ મારાથી નાનો છે. એને જ આપી દો.’ બીજાએ કહ્યું, ‘ના ! આપ મારાથી મોટા છો. આ વસ્તુ મારાથી લેવાય જ કઈ રીતે ? ! આપ જ એનો સ્વીકાર કરો.' જ્યાં વિસંવાદ હતો ત્યાં સંવાદ સ્થાપિત થયો. પદાર્થ માટેનો આગ્રહ સમાપ્ત થવો જોઈએ. પારિવારિક ઝઘડા-વિસંવાદ, વિષમતા વગેરે સંયમના અભાવનું પરિણામ છે. સંયમની ચેતના જાગૃત થાય તો મોહ તૂટે છે. લોભ છૂટે છે. આવશ્યક, અનાવશ્યકનો વિવેક સમજાય છે. નાશવંત વસ્તુનો મોહ ઓછો થાય છે. ત્યજવાયોગ્ય વસ્તુ ત્યજાય છે. વસ્તુજગતમાં હંમેશા સંઘર્ષ રહે છે. માણસે વસ્તુમાંથી વિચાર તરફ વળવાનું છે. વિચારશીલ માણસ ચિંતનની ભૂમિકાએ સંયમનું મહત્ત્વ સમજે છે. બે ભાઈઓમાં કંકાસ થયો અને છૂટા પડવાનો વારો આવ્યો. મિલકતના ભાગલા પડ્યા. આખરે રૂપિયાના ભાગ પાડવાના આવ્યા ત્યારે વાત અટકી. ત્રીસ લાખ રૂપિયાનો મામલો હતો. નાનો ભાઈ એક મુનિ પાસે આવ્યો. બધી વાત કરી અને માર્ગદર્શનની અપેક્ષા રાખી. મુનિએ પૂછ્યું, ‘તમારી ઉંમર કેટલી છે ?’ ૧૮૬ Jain Education International For Private & Personal Use Only મહાપ્રજ્ઞ વાણી - ૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198