Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 179
________________ વિચાર આવ્યો નહિ. મને તો યાત્રા માટે આ સમય જ વધુ અનુકૂળ લાગ્યો. અમે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ સુપ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાનો પ્રસંગ આવ્યો. રથયાત્રા વખતે સાંપ્રદાયિક તનાવ વધવાની ભીતિ હતી. પ્રશાસન દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પ્રદેશ સરકારને સૂચના આપવામાં આવ્યું કે રથયાત્રા ન નીકળે એ જ ઇચ્છનીય છે. મુખ્યમંત્રીએ અમારી સાથે આ બાબતે ચર્ચા કરી અમારો અભિપ્રાય માગ્યો ત્યારે મેં કહ્યું, “અગર રથયાત્રા નહિ નીકળે તો કાયમ માટે એક વર્ગના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જશે કે વર્ષોથી જે પરંપરા છે તે માત્ર એક કોમના કારણે તૂટી છે. રથયાત્રા ન કાઢવાથી સાંપ્રદાયિક સૌહાર્દ વધારે ખરાબ થશે.” મેં અમારા સ્તરેથી પ્રયત્ન કરવાની વાત કરી. પ્રયત્ન શરૂ કર્યો. બંને વર્ગના - ધર્મના મુખ્ય પ્રતિનિધિઓ, અગ્રણીઓને મળ્યા. પરસ્પર સંવાદ થયો. વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું. રથયાત્રા નીકળી. નિર્વિને રથયાત્રા સંપન્ન થઈ. સહુને આનંદ થયો. પરંપરાનું શાંતિપૂર્વક – ગૌરવપૂર્વક જતન થયું. મેં સૌહાર્દની દિશામાં મારા પ્રયત્નો વધારી દીધા. ત્રીજી સમસ્યા છે ભૂખ. ગરીબી અને ભૂખનું જ્યાં સામ્રાજ્ય છે, એવી જગ્યાએ પણ અમે રહ્યા છીએ. મધ્યપ્રદેશની યાત્રા દરમિયાન અમે આદિવાસી ક્ષેત્રોમાં પણ રહ્યાં છીએ. જે ક્ષેત્રો છૂટી જતા હતા, ત્યાં મહાશ્રમણને મોકલ્યા. એમણે ઝાંબુઆ જિલ્લાની યાત્રા કરી, જે આદિવાસી વિસ્તાર છે. મહારાષ્ટ્રથી લઈ મધ્યપ્રદેશની આખી પટ્ટીનો અમે સ્પર્શ કર્યો. અમે એમની સ્થિતિને ખૂબ નજીકથી જોઈ. એમને જોઈને મને લાગ્યું કે ભૌગોલિક દૃષ્ટિએ હિન્દુસ્તાનના કેટલા ભાગ છે એ તો મને ખબર નથી પણ સામાજિક દૃષ્ટિએ હિન્દુસ્તાના સ્પષ્ટપણે બે ભાગ છે – એક મહેલોમાં રહેનારા અને બીજો ભાગ ઝૂંપડીઓમાં રહેનારાઓનો. એક એવો વર્ગ છે જે ફાઇવસ્ટાર માહોલમાં રહે છે અને બીજો એવો વર્ગ એવો છે જે પેટપૂરતું ભોજન અને માથું છુપાવવા છતા પણ પામતો નથી. આર્થિક અસમાનતા આટલી વિષમ હોય ત્યાં હિંસા અને આતંક વધવાની પૂરી સંભાવના છે. ૧૭૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198