________________
ફેકટરીઓ મળી જાય તો હું એમના કરતાં વધારે કમાઈને બતાવું.”
લોકોએ પૂછ્યું - “કઈ રીતે? એણે જવાબ આપ્યો, “ભાઈ ! ચાર ટ્યૂશન પણ કરું છું.'
ચાલીસ-પચાસ કિલો લાકડાં કે ચાર-પાંચ ટ્યૂશનના પૈસાથી માણસ અબજપતિ ન થઈ શકે, પણ લોભની પ્રેરણા આમ કરાવે છે.
સામાજિક વ્યવહારમાં એક હેતુ બને છે આવશ્યકતા. ઘણા લોકો આવશ્યકતાના કારણે વ્યવહાર કરે છે. વેપાર-ધંધો અને બીજા કામ આવશ્યકતાના કારણે કરે છે. જીવનની પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ કામ વગર થતી નથી એટલે માણસ કામ કરે છે, વ્યવહાર કરે છે. આ આપણી સામાન્ય ભૂમિકા છે. આવશ્યકતાના કારણે દરેક માણસ કામ કરે છે, વહેવાર કરે છે. એક સંસ્કૃત કવિએ લખ્યું, “સર્વોરંભા તંદુલપ્રસ્થમૂલા'. આપણી જેટલી પ્રવૃત્તિઓ છે એ મુઠ્ઠી ચોખા માટે છે. લખનારો પંડિત બંગાળનો હશે તેથી મુઠ્ઠીભર ચોખા એમ લખ્યું. રાજસ્થાનનો હોત તો એમ લખ્યું હોત કે “મુઠ્ઠીભર બાજરા માટે.”
આવશ્યકતા તો સીમિત હોય છે. આવશ્યકતા માટે સોનાના બળદની જરૂર નથી. બે સામાન્ય બળદ જે ખેતરમાં હળ ચલાવે, એટલાથી કામ ચાલી જાય છે પણ લોભ અને આકાંક્ષા સુવર્ણના કે રત્નોના બળદની જરૂરિયાત ઊભી કરે છે. જેની પાસે વ્યાવસાયિક બુદ્ધિ છે, કલ્પના છે, જેની પાસે યોજના છે, એ એટલો વધારે સંગ્રહ કરે છે કે હજાર વ્યક્તિઓને કામ આવનારું ધન પણ તેના લોભનો ખાડો ભરી શકે નહીં.
આજે બધી સમસ્યા સંગ્રહની છે. અગર અસંગ્રહની ચેતનાનો વિકાસ થાય તો ગરીબી કે વસ્તુના અભાવની સમસ્યા નહિ રહે. સંગ્રહ કરનારાનાં ગોદામોમાં હજારો ટન ખાદ્ય સામગ્રી ભરી હોય અને બજારમાં માલની અછત હોય. આ કૃત્રિમ અભાવ સંગ્રહ દ્વારા ઊભો કરવામાં આવે છે, જેથી વધારે ભાવ પડાવી શકાય. ન તો સંગ્રહની ભાવના એટલી બળવાન થઈ હોત કે ન
૬૪
મહાપજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org