Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ ૧૭ ચરિત્રશાળાનું નિર્માણ કરીએ આપણો દેશ આઝાદ થયો એ વખતે આચાર્ય તુલસીએ ચિંતન કર્યું કે આઝાદી હમણાં-હમણાં જ મળી છે. એની સાથે સાથે ચરિત્રનો વિકાસ નહિ થાય તો રાષ્ટ્ર અપેક્ષિત પ્રગતિ નહિ કરી શકે. ઘણા ચિંતન-મંથન પછી એમણે અણુવ્રત રૂપે નૈતિકતાની આચારસંહિતા બનાવી અને રાષ્ટ્ર સમક્ષ રજૂ કરી. પ્રથમ દિલ્હી પ્રવાસમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ અણુવ્રતને આવકારી પૂરું સમર્થન કર્યું. એમણે પંડિત નહેરુને પત્ર લખ્યો કે આચાર્ય તુલસી દિલ્હી આવ્યા છે, એમની પાસે રાષ્ટ્રના ચરિત્રનિર્માણની યોજના છે. આપ એમને મળવાનું અવશ્ય ગોઠવશો. પૂજય ગુરુદેવશ્રી તુલસીજી અને અમારો પ્રારંભથી જ એવો મત રહ્યો છે કે રાષ્ટ્ર ભલે ગમે તેટલો યંત્રઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરે પણ અગર નૈતિક મૂલ્યોનો વિકાસ નહીં થાય તો વિકાસનો કોઈ અર્થ નથી. પૌરાણિક યુગની વાત છે. નારદ રાવણની નગરી લંકા ગયો. ત્યાં રાવણે એમને શસ્ત્રશાળા, મલ્લશાળા, અશ્વશાળા, ગજશાળા, રથશાળા આદિ બધી શાળાઓ બતાવી. નારદે કહ્યું, “આટલી બધી શાળાઓ મેં જોઈ પણ આપને ત્યાં ચરિત્રશાળા પણ છે કે નહિ? ચશિાળાનું નિર્માણ કરીએ ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198