________________
લોભ, લોભ શરીર અને મનથી માણસને બીમાર બનાવી દે છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે હૃદયરોગની બીમારીનું મોટું કારણ છે લોભ. આપણી માંસપેશીઓને, સ્નાયુઓને આપણી વૃત્તિઓ પ્રભાવિત કરે છે. એની સીધી અસર પડે છે આપણા હૃદય પર છતાં પણ કોઈ લોભ છોડવા તૈયાર નથી. કોઈ ધનપતિને કહેવામાં આવે કે હવે બહુ કમાઈ લીધું, સંયમ કરો, વધારે એકઠું કરીને શું કરશો? આમ સાંભળીને તે આનાકાની કરી દેશે કારણ કે તેને તો આગળની સાત પેઢીની ચિંતા છે. લોભની વૃત્તિ માણસ સહજ રીતે છોડી શકતો નથી.
રોગ છે અને રોગનું કારણ છે, એના વિષે અમે વિચાર કર્યો. હવે આરોગ્ય છે અને આરોગ્યનું કારણ છે. આ વાતો પર આપણે આગળ વિચાર કરીશું.
૯ જૂન
આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧)
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org