________________
જીવનનાં સંત છે. આપણી વીતરાગતાની વસંત છે. શાંત છે. પ્રશાંત છે. અરિહંત ભગવંત છે. આપણો ભવાંત એ જ કરશે. આપણો ભયાંત એ જ કરશે. અજ્ઞાતનાં કિનારેથી આપણે જ્ઞાતની મુલાકાત લેવાની છે. સાકારનાં આલંબનથી નિરાકારનું અનુસંધાન કરવાનું છે. સંબંધાતીત થી સંબંધ બાંધવાનો છે. આપણી અવ્યકતતામાં પરમ અવ્યકત ને વ્યકત કરવાનાં છે. દ્રશ્યમાં એકાકાર બનેલી ચેતનાને અંતર્મુખી બનાવી દ્રષ્ટાભાવમાં અંતર્દશીનાં દર્શન કરાવવાનાં છે. આમ તો આ કરવાની નહીં પણ થઇ જવાની પ્રક્રિયા છે. આમાં આપણે પોતાનામાં જ ખોવાઇ જઇ પોતાનો જ આનંદ મેળવવાનો છે. આમાં શબ્દોની લાક્ષણિકતા અને ભાવનાઓની અભિવ્યંજના છે. તીર્થંકર, જિન, કેવળી અને અરિહંત આ પરમ તત્વોનું શ્રેષ્ઠ સંયોજન છે. આપણા આત્મ પ્રદેશનું પરમસત્ ભગવત્સત્તાની ભકિત દ્વારા અનાવૃત થાય છે. આવો આપણે આવરણો તોડી નાખીએ, પડદાઓ ખોલી નાખીએ. અભેદનો ભેદ કરીએ. ભેદનો અભેદ કરીએ. વેદ મુકત બનીએ. અવેદનો આનંદ લઇએ. સંવેદનો સ્વાદ લઇએ. પરમભેદનો પ્રસાદ લઇએ.
અનુકૂળતા સાથે જોડાઇરહેવું અને પ્રતિકૂળતાથી તૂટતા રહેવું એવી અનંતા જન્મોની વૃતિ, અભિવૃતિ અને પરાવૃતિથી મુકિતની તરકીબવાળું આ પદ, પદ હોવાં છતાં અપદ છે. એને તીર્થંકર કહો, જિનકહો, અરિહંત કહો જે પણ કહો પણ આતો આનંદમય અનુભૂતિનું પરમતત્વ છે. અંતઃકરણમાં તીર્ય કરવાને કારણે આપણે એમને તીર્થંકર કહીએ છીએ, લીન થવા માટે આપણે એમને જિન કહીએ છીએ. સંત સ્વરૂપે, ભગવંત સ્વરૂપે, ભવાંત સ્વરૂપે મેળવવા આપણે એમને અરિહંત કહીએ છીએ.તેઓ દેશ અને કાળની સીમાઓથી પર અને અસીમ છે, તો પણ ભકિત દ્વારા આપણા અસંખ્ય આત્મપ્રદેશમાં સીમાબધ્ધ અને સસીમ થઇ જાય છે.
જેઓ શબ્દાતીત છે તેમને આપણે ગમે તે શબ્દોથી સંબોધિત કરીએ એમને કાંઇ જ ફરક પડતો નથી. હા! માત્ર આપણો સાદ તેમના સુધી પહોંચવો જોઇએ. શબ્દો દ્વારા ત્યાં પહોંચવા માટે લોગસ્સ સૂત્ર એક અભૂત આલંબન છે. સફળ સાધન છે. આ સૂત્રમાં સંકલિત શબ્દોમાં સરગમનો સાજ છે. સાજમાં રાજ છે. રાજમાં સૂર છે. સૂરમાં નૂર છે. એટલે આપણે સૂરમાં કીર્તન કરીએ, કીર્તનમાં નર્તન કરીએ. કીર્તનની પ્રતિજ્ઞા લઇએ. “કિgઇસ્સ” શબ્દમાં કીર્તન કરીશ એવુ ભવિષ્ય-કથન છે. આમાં કોઇ ચોક્કસ સમયગાળો નક્કી નથી કરવામાં આવ્યો કે કીર્તન ક્યારે કરવું જોઇએ. “કિન્નઇમ્સ”શબ્દ ત્રણ પ્રશ્નો ઉભા થાય છે. કીર્તન કરવાવાળો તું કોણ છે?, તું ક્યારે કીર્તન કરીશ? અને તું કોનું કીર્તન કરીશ? આ પ્રશ્ન એમના માટે છે. જેઓ લોગસ્સનું કીર્તન, સ્મરણ અને સ્તવન કરવા માટેનું પગલું ભરી રહ્યાં છે.
દુનિયામાં સામાન્ય વ્યકિતને ચૂંટણીમાં મતદાન પૂર્વે પોતાનું ઓળખપત્ર જોઇએ. પરદેશ જવા માટે પાસપોર્ટ જોઇએ. કોઇ વ્યાપાર કરવો હોય કે વાહન ચલાવવું હોય તો લાયસંસ જોઇએ. તો આ તો વિદેહની યાત્રા છે. આ તો પરમ
[20]