Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 214
________________ ૯. આત્મવિલય માં પરમાત્મા આજેપટ્ટાભિષેકનો બીજો દિવસ છે. વૈશાલીનાં રાજકુમાર શ્રી નંદિવર્ધન વિચાર અવસ્થામાં બિરાજમાન છે. દૂતનો પ્રવેશ થાય છે, સંદેશો આપે છે કે મહાપ્રજ્ઞા સુદર્શનાં ત્રણ દિવસથી શોકાતુર બનીને કંઇ જ લેતા નથી: પ્રિય બહેનનાં સમાચાર સાંભળીને નંદિવર્ધન બેઠા થઇને સમાચાર વાહકને કહે છે બહેનને મારો સંદેશો આપો કે શોક મુકત થવાને માટે આજે અહીં પધારે એવું મારું નિવેદન એમની પાસે રજુ કરો. અન્ય રાજપુરોહિતોને સાથે મોકલી બહેન સુદર્શનાને વૈશાલીમાં બોલાવે છે. શોક મગ્ન ભાઇ બહેનનું મિલન થાય છે. વૈશાલી પુત્ર નંદિવર્ધન બહેન સુદર્શનાને પ્રેમથી અટ્ટમનું પારણું કરાવે છે. ભારતનાં ઇતિહાસમાં આ દિવસ ભાઇબીજનાં નામે પ્રસિધ્ધ થાય છે. ભાઇ બહેન એક બીજાને મળીને અંદરો અંદર ચિંતન કરે છે. નંદિવર્ધને બહેન સુદર્શનાને કહ્યું આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણો ભાઇ આ ભરતક્ષેત્રની ચોવીસીનાં અંતિમ તીર્થંકર છે. તીર્થંકરોનું નિર્વાણ તો મહોત્સવ હોય છે. એને પણ કલ્યાણક કહેવામાં આવે છે. નિર્વાણ પામીને પણ તીર્થકરો જગતનું કલ્યાણ કરતા હોય છે કેમકે “નારકાપિ મોદજો ચસ્ય કલ્યાણપર્વસુ'. પારિવારિક સંબધોને યાદ કરીને શોક કરવો તમને શોભા નથી આપતો. વિશ્વહિતકર ભગવાન જગતનાં નાથ બનીને રહ્યાં અને આજે ફકત આપણે નહીં સમગ્ર ભારતવર્ષની પ્રજા પોતાને અનાથ સમજી રહી છે. જગહિતકર પરમાત્મા મહાવીર તો કૃતકૃત્ય બની ગયા. દુ:ખ તો એ વાતનું છે કે હવે પાછું આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં કોઇ પણ તીર્થંકર નહીં થાય. તીર્થકરોનો આ લાંબો વિરહકાળ ફકત સ્મૃતિઓ દ્વારા ધ્યાન દ્વારા પૂર્ણ કરવાનો છે. તીર્થંકરોનો પ્રત્યેક અવસર જગતનાં કલ્યાણ હેતુ હોય છે. આપણા જીવના સાથે તથા આત્મવિકાસ સાથે એનો સંબંધ હોય છે. તીર્થંકરોનું ચ્યવન આપણા અધ્યાત્મ જીવનની પ્રતીક્ષા છે. તીર્થંકરોનો જન્મ આપણા અધ્યાત્મજીવનની અપેક્ષા છે. તીર્થકરોની દીક્ષા આપણા અધ્યાત્મજીવનની સુરક્ષા છે. તીર્થકરોનું જ્ઞાન આપણા અધ્યાત્મજીવનની સુશિક્ષા છે. તીર્થકરોનું નિર્વાણ આપણા અધ્યાત્મ જીવનની સમીક્ષા છે. [195]

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226